અમેરિકામાં ટેક્સાસમાં ચર્ચ પર હુમલો, ગોળીબારમાં 26ના મોત
પ્રત્યક્ષદર્શી અનુસાર એક અજ્ઞાત હુમલાખોરે આડેધડ ગોળીબાર કરતાં ચર્ચમાં ઘુસી ગયો અને ત્યાં પ્રાર્થના કરી રહેલા લોકો પર ગોળીઓ વરસાવવા લાગ્યો. વિતેલા એક સપ્તાહની અંદર અમેરિકામાં આ ત્રીજો મોટો હુમલો છે. જોકે અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પૂર્વ એશિયાના પ્રવાસ પર છે. ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેઓ જાપાનથી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું, ‘ટેક્સાસના ચર્ચમાં થયેલ હુમલામાં મરનારા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે. ઘટનાસ્થળ પર એફબીઆઈ અને અન્ય અધિકારી પહોંચી ગયા છે. હું જાપાનમાં છું પરંતુ મારી નજર આ મામલે છે.’
નવી દિલ્હીઃ અમેરિકામાં ટેક્સાસમાં ચર્ચ પર હુલો થયો છે. ટેક્સાસના વિલ્સન કાઉન્ટીમાં બેપ્ટિસ્ટ ચર્ચની અંદર એક હુમલાખોરે ઘુસીને આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. જાણકારી અનુસાર હુમલાખોર ઠાર મરાયો છે. ચર્ચમાં મરનારામાં પાદરીની 14 વર્ષની દીકરી પણ સામેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલને એરલિફ્ટ પણ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -