UKમાં ગુજરાતી યુવકને બ્યુટીફુલ વાઈફ હોવા છતાં ગોરા યુવક સાથે બંધાયા સજાતિય સેક્સ સંબંધ, પત્નિને પડી ગઈ ખબર ને....
જેસિકા પટેલના પરિવારે ટ્રાયલ પૂરી થયા બાદ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, અમારી પુત્રીના મોતથી અમે ભાંગી પડ્યા છીએ. જેસિકા તેના પતિ સાથે એક ફાર્મસીની દુકાન ચલાવતી હતી. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે અભ્યાસ વખતે બંનેની મુલાકાત થઈ હતી. બંને પોતાની ફાર્મસીની દુકાનની બાજુમાં જ રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બંને ફાર્મસી ચલાવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુટરે પુરાવા રજુ કર્યાં હતા કે મિતેશ પટેલે જ તેની પત્નીને ઈન્સ્યૂલિનનું ઈન્જેક્શન આપ્યા બાદ તેણીને ટેપ વડે બાંધી દીધી હતી. એટલું જ નહીં એક પ્લાસ્ટિકની બેગ વડે તેણીનું ગળું દબાવી દીધું હતું.
જુલાઈ 2015માં મિતેશે સિડની ખાતે રહેતા તેના પુરુષ મિત્રએ એક સંદેશ મોકલીને લખ્યું હતું કે, તેણીનાં મોતની તારીખ લખાઈ ચુકી છે. જેસિકાની હત્યા બાદ મિતેશ પટેલે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેણે એવી થિયરી રજુ કરી હતી કે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરનો સામાન વેરવિખેર હતો, તેના ઘરમાં ચોરી થઈ હતી તેમજ તેની પત્નીને ટેપથી બાંધી દેવામાં આવી હતી.
મિતેશ અને અમિતની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન મારફતે થોડાં વર્ષ પહેલાં થઈ હતી. પત્નીને મોતને ઘાટ ઉતારતાં પહેલા મિતેશે ઈન્ટરનેટ પર તેણીને કેવી રીતે મારવી તે અંગે માહિતી મેળવી હતી.
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન માલુમ પડ્યું હતું કે, આરોપીએ પત્નીની હત્યા કર્યાં બાદ વીમા કંપની પાસેથી બે મિલિયન પાઉન્ડ્સનો દાવો કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત તેણે તેના ગે મિત્ર ડો. અમિત પટેલ સાથે રહેવા માટે ઓસ્ટ્રેલિયા જતાં રહેવાનો પ્લાન બનાવ્યો હતો.
34 વર્ષિય જેસિકા પટેલનો મૃતદેહ ઉત્તર ઈંગ્લેન્ડના મિડલ્સબર્ઘ ખાતેથી મે મહિનામાં મળી આવ્યો હતો. જેસિકાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યાં હતા. આ સમયે તેના 37 વર્ષિય પતિ મિતેશ પટેલે પત્નીની હત્યા કર્યાનો ઈન્કાર કર્યો હતો.
મિતેશે સુપરમાર્કેટની પ્લાસ્ટિકની કોથળી વડે જેસિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મિતેશ તેના એક પુરૂષ મિત્ર સાથે નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો. ડેટિંગ એપ્લિકેસન ગ્રિન્ડર પર મિતેશની મુલાકાત ગે મિત્ર સાથે થઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.
લંડનઃ મે મહિનામાં ભારતીય મૂળની મહિલાની હત્યા કરી દેવાયેલી લાશ તેના ઘરમાંથી મળી આવી હતી. આ કેસમાં મહિલાના પતિને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આ અંગે મહિલાના પતિ સામે ગયા અઠવાડિયે ટ્રાયલ શરૂ થઈ હતી. જોકે સુનાવણી દરમિયાન માલુમ પડ્યું હતું કે જેસિકા પટેલની હત્યા તેના જ પતિ મિતેશ પટેલે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -