USAમાં 70000 ભારતીયોની નોકરી પર તોળાતું સંકટ, જાણો ટ્રમ્પે શું કર્યો છે નિર્ણય
નવી દિલ્હીઃ અમેરિકામાં નોકરી કરી રહેલ 70 હજાર ભારતીય માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની એક કોર્ટમાં કહ્યું કે, એચ-4 વીઝાધારકોની કેટલીક શ્રેણીઓને કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ) રદ્દ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ કોર્ટને કહ્યું છે કે, ‘પ્રસ્તાવિત નિયમ મંજૂરીના અંતિમ ચરણમાં છે.’ ટ્રમ્પ સરકારે કોર્ટને કહ્યું છે કે, એક વાર પ્રસ્તાવ પર ડીએચએસના માધ્યમથી મંજૂરી મળી જશે તો તેને આગળ મોકલવામાં આવશે.
એચ-1 વિઝાધારકોના પતિ કે પત્નીને કામ કરવા માટે એચ-4 વિઝા ઇશ્યૂ કરવામાં આવે છે. હાલ આ વિઝા પર કામ કરતા 93 ટકા લોકો ભારતીય છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયની અસર 70 હજાર ભારતીયો પર પડવાની સંભાવના છે.
એચ-1 બી વીઝા ધારકોના પતિ અથવા પત્નીને કામ કરવા માટે એચ-4 વીઝા જારી કરવામાં આવે છે. એચ-4 વીઝાધારકોમાં ભારતીય પ્રોફેશનલોની સંખ્યા ખૂબ જ વધારે છે. નવા નિયમોનો ઔપચારિક આદેશ જૂનમાં આપવામાં આવી શકે છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેમના કાર્યકાળ દરમિયાન એચ-1બી વિઝાધારકના પાર્ટનરને કાયદાકીય રીતે કામ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ટ્રમ્પ સરકાર આ નિયમ રદ કરવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -