ફ્રાન્સના નીસ શહેરમાં આતંકીએ ટ્રકથી 80 લોકોને કચડયા, જુઓ હૃદય કંપાવતી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 10:34 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
પેરિસઃ ફ્રાન્સ વધુ એક વાર આતંકી હુમલાનો ભોગ બન્યું છે. નીસ શહેરમાં 'બેસ્ટાઈલ દિવસ'ની ઉજવણી દરમિયાન એક ટ્રકે 80 જેટલા લોકોને કચડીને મારી નાખ્યા હતા. ડ્રાઈવરના ટ્રકમાંથી મોટી સંખ્યામાં ગ્રેનેડ્સ અને રાયફલ્સ મળ્યા છે. જેના કારણે આ હુમલો આતંકી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, બાદમાં પોલીસે ટ્રક ડ્રાઇવરને ઠાર માર્યો હતો. ભીડની વચ્ચે ડ્રાઈવરે લગભગ બે કિલોમીટર સુધી આડેધડ ગાડીઓ ફેરવી હતી.
12
ફ્રાન્સના નીસ શહેરમાં 'પ્રોમિનેડ દેસ આંગલેસ' ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે એક ટ્રક ડ્રાઈવર ભીડમાં ઘૂસી ગયો હતો અને આડેધડ લોકોને કચડવા લાગ્યો હતો. માર્યો ગયેલો ડ્રાઇવર મૂળ ટ્યુનેશિયાનો છે. આ ઘટનાને પગલે ફ્રાન્સમાં વધુ ત્રણ મહિના માટે ઈમરજન્સી લંબાવી દેવામાં આવી છે.
13
14
લોકોને કચડવા આતંકીએ ઉપયોગમાં લીધેલો ટ્રક