રોમઃ જાહેર ફાઉન્ટેનમાં બિકીની પહેરી યુવતીઓએ લગાવી ડૂબકી, થઇ બબાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jul 2016 04:39 PM (IST)
1
2
ઓનલાઇન મેગેઝીન ટ્રાસ્ટેવેરેએ ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં જોઇ શકાય છે કે કેટલીક યુવતીઓ બિકીની પહેરી નાહવાનો આનંદ લેતી જોવા મળી રહી છે. હાલમાં રોમમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે જેને કારણે લોકો ખૂબ પરેશાન છે. જોકે, લોકોએ યુવતીઓનો વિરોધ પણ કર્યો હતો. કેટલાક લોકોએ વિરોધ ન કરવા પર પોલીસની પણ ટીકા કરી હતી.
3
રોમઃ ઇટાલીમાં હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. ત્યારે દેશની રાજધાની રોમમાં આવેલા એક ઐતિહાસિક ફાઉન્ટેન પર બિકીની પહેરી સ્નાન કરતી યુવતીઓની તસવીરોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇટાલીના 400 વર્ષ જૂના ફોન્ટાના ડેલ એક્વા પાઓલા ફાઉન્ટેન પર સ્નાન કરતી આ તસવીરો ઓનલાઇન મેગેઝીને પોસ્ટ કરી હતી. આ તસવીરો પોસ્ટ કરતાની સાથે જ લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ યુવતીઓની આ હરકતને અપમાન ગણાવ્યુ હતું