અમેરિકાના આ દંપતિએ લોટરીમાં ગણિતની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને 9 વર્ષમાં જીત્યા 185 કરોડ, જાણો કઈ રીતે?
જેરીએ જણાવ્યું કે લોટરી જીતવાનું સરળ એટલા માટે હતું કે તેમાં 35 કરોડની લિમિટ ફિક્સ રખાઇ હતી. એટલે લોટરીની વેલ્યૂ 35 કરોડ રૂપિયા સુધી પહોંચતા સુધી કોઇના તમામ 6 નંબર મેચ ન થાય તો આ રકમ જેમના 5, 4 કે 3 નંબર પણ ડ્રોમાં મેચ થાય તેમને વહેંચવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેરીને વિશ્વાસ હતો કે સરળ ગણિતથી તે આ લોટરીથી ચોક્ક્સ મોટો લાભ મેળવી શકે છે. ત્યાર પછી તેમણે પત્ની સાથે લોટરી રમવાનો નિર્ણય કર્યો અને પ્રથમ બે વર્ષની કમાણીથી એક ઇન્વેસ્ટમેન્ટ કંપની ખોલી જેમાં બંને સંબંધિઓ અને મિત્રોના પૈસા લગાવી તેમને પણ લોટરી જીતાડતા હતા. પરંતુ વેચાણ ઘટતા વિન્ડફોલ લોટરી બંધ થઇ ગઇ. ત્યાર બાદ તેઓ 2012 સુધી મેસાચ્યુસેટ્સ જઇ લોટરી રમ્યા. આ કમાણીથી તેમણે 6 બાળકો, 14 દોહિત્ર અને તેમનાં 10 બાળકોનો ખર્ચ પણ ઉપાડ્યો.
81 વર્ષના જેરી સેલબી અને તેમની પત્ની માર્જ લોટરી જીત્યાં તે પહેલાં ઇવાર્ટ શહેરમાં એક દુકાન ચલાવતાં હતાં. 60 વર્ષના થઇ જતાં તેમણે સ્ટોર વેચી માર્યો અને રિટાયર્ડ થઇ ગયાં. 2003માં જ્યારે જેરી પોતાના જૂના સ્ટોરમાં કંઇક ખરીદવા ગયા તો ત્યાં વિન્ડફોલ લોટરીનું બ્રોશર તેમને મળ્યું. જેરીના જણાવ્યા મુજબ કોલેજના સમયમાં તેઓનું ગણિત બહુ સારું હતું તેથી લોટરીનું બ્રોશર વાંચી તેમને રસ પડ્યો.
નવી દિલ્હીઃ અમેરિકાના નિશિનમાં રહેવાસી એક દંપત્તીએ હાલમાં જ ખુલાસો કર્યો કે તેણે વિતેલા નવ વર્ષમાં 2.6 કરોડ ડોલર (186 કરોડ રૂપિયા)ની લોટરીથી જીતી છે. જોકે, આ રકમ તેમણે કોઈ હેરાફેરીથી નહી, પરંતુ ગણિતની રીત અને લોટરી સિસ્ટમની એક ખામીના જોરે જીતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -