જર્મની: ક્રિસમસ માર્કેટમાં ઘુસાડી ટ્રક, 12ના મોત, 50થી વધુ ઘાયલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબર્લિન પોલીસના કહેવા મુજબ તેઓ પોલેન્ડમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ટ્રક ચોરી થયા હોવાના સમાચારની તપાસ કરી રહ્યા છે. પોલીસના કહેવા મુજબ ટ્રક ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ થઈ રહી છે. જર્મીની સુરક્ષા સૂત્રોના કહેવા મુજબ આ વ્યક્તિ અફઘાનિસ્તાન કે પાકિસ્તાનથી ફેબ્રુઆરીમાં અહીંયા આવ્યો હતો અને શરણાર્થી માટે અરજી કરી હતી.
બર્લિન. જર્મનીની રાજધાની બર્લિનમાં એક વ્યક્તિ ક્રિસમસ માર્કેટમાં બેફામ ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટના બની ત્યારે લોકો ક્રિસમસની ખરીદી કરી રહ્યા હતા. દુર્ઘટનામાં 12 લોકો માર્યા જવાના અને આશરે 50 લોકો ઘાયલ થવાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળેથી એક શંકાસ્પદની ધરપકડ કરી છે.જર્મનીના સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ વ્યક્તિ અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાંથી ફેબ્રુઆરીમાં જર્મીની આવ્યો હતો. તેણે શરણ લેવા અરજી કરી હતી. હુમલા પાછળ તે વ્યક્તિનો હાથ હોઈ શકે છે. (Pictures: AFP)
- - - - - - - - - Advertisement - - - - - - - - -