ઇમરાન ખાનના આમંત્રણને લઇને પાકિસ્તાન જવા વિશે શું કહ્યું આમિર ખાને, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ પહેલા ટ્વીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રિપોર્ટ્સ પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે શું આમિર ખાન આ સમારોહમાં સામેલ થશે અને પાકિસ્તાન જશે. હવે સમાચાર બાદ ખુદ આમિર ખાને નિવેદન આપ્યુ છે. આમીરે એક મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે તેમને પાકિસ્તાનમાંથી ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે કોઇ આમંત્રણ નથી મળ્યું અને ના તે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાન જવાનો છે.
શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દુનિયાભરની નામચિત હસ્તીઓને આ પ્રસંગે આમંત્રિત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ભારતની ક્રિકેટ જગતની હસ્તીઓ સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિંહ સિદ્ધુને આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે બૉલીવુડ જગતમાંથી આમિર ખાનને પણ આમંત્રિત કરવામાં આવ્યો છે.
મુંબઇઃ પાકિસ્તાનમાં નવી સરકારના ગઠનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના નેતા ઇમરાન ખાનનું વડાપ્રધાન બનાવું નક્કી છે. 11 ઓગસ્ટે ઇમરાન ખાન પદ અને ગોપનીયતાના શપથ લેશે અને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -