બાંગ્લાદેશની હોટ એક્ટ્રેસે ફેસબુક પર લાઈવ થઈને શું કહ્યું કે પોલીસે તેને ઉઠાવીને જેલમાં નાખી દીધી ?
પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે એક્ટ્રેસ કાઝી નાશાબાને ઉત્તરામાંથી ધરપકડ કરાઇ હતી. એક રિપોર્ટ અનુસાર,પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બાંગ્લાદેશ છાત્ર લીગના કથિત કાર્યકર્તાઓ અને પોલીસે હુમલો કરતા 20થી 25 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાંગ્લા ડેઇલી પ્રોથોમ અલોના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશની એક્ટ્રેસ કાઝી નાશાબા સાંજે ચાર વાગ્યે ફેસબુક લાઇવ થઇ હતી અને જણાવ્યું હતું કે, જિગાટોલામાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા હુમલામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે અને આ હુમલામાં અનેક વિદ્યાર્થીઓની આંખ બહાર આવી ગઇ છે.
પ્રાથમિક પૂછપરછમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, તે ફેસબુક લાઇવ દરમિયાન ઘટના સ્થળ પર હાજર નહોતી પરંતુ તે ઉત્તરામાં એક શૂટિંગ સ્થળ પર હતી. લાઇવ દરમિયાન એવું લાગતું હતું કે તે ઘટનાસ્થળ પર હતી. એક્ટ્રેસે પોતાની ભૂલ બદલ ફેસબુક પર માંફી માંગી લીધી છે. તેનો ઇરાદો કોઇની ઉશ્કેરણી કરવાનો નહોતો.
ઢાકાઃ બાંગ્લાદેશમાં ફેસબુક પર અફવા ફેલાવનારા આરોપમાં એક એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક પર રોડ સેફ્ટીની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલાની અફવા ફેલાવવાના આરોપમાં રેપિડ એક્શન બટાલિયને બાંગ્લાદેશની એક્ટ્રેસ કાઝી નાશાબા અહેમદની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે 29 જૂલાઇના રોજ ઢાકાના કુરમિતોલા વિસ્તારમાં એક રોડ અકસ્માતમાં કોલેજના બે વિદ્યાર્થીઓના મોત થઇ જતા વિદ્યાર્થીઓએ સેફ રોડની માંગણી સાથે પ્રદર્શન શરૂ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અમે એક્ટ્રેસનો ફોન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરીશું.
ધરપકડ બાદ પોલીસે એક્ટ્રેસને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને સાત દિવસની રિમાન્ડ માંગી હતી. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ માઝહારૂલ હકે એક્ટ્રેસને ચાર દિવસના રિમાન્ડ પર મોકલી હતી. એક્ટ્રેસના વકીલે રિમાન્ડની અરજી રદ કરવાની માંગણી કરી હતી. અવામી લીગ ધનમોડીની ઓફિસ ખાતે પણ હિંસક અથડામણો થઇ હતી.