અફઘાનિસ્તાનમાં સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ, અંદર બેઠેલા બધા 25 ઓફિસરોનું મોત
કાબુલઃ અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં ખરાબ હવામાનને કારણે સીનિયર ઓફિસર્સને લઇને જઇ રહેલુ સેનાનુ એક હેલિકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ છે, જેના કારણે તેમાં બેઠેલા બધા 25 લોકોના મોત થઇ ગયા છે. આ માહિતી અફઘાનિસ્તાનના એક અધિકારીઓ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાંતિય ગવર્નરના પ્રવક્તા નાસિર મેહદીએ જણાવ્યું કે, હેલિકૉપ્ટર પર્વત અનાર દ્વારા જિલ્લાથી નજીકના હેરાત પ્રાંત તરફ રવાના થયાના તરતજ, સવારે લગભગ 9 વાગેને 10 મિનીટ પર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.
આ અગાઉ આજે સવારે અફઘાનિસ્તાનમાં પુલ-એ-ચસખી જેલની ગાડીઓને નિશાન બનાવતા હુમલો કરવામાં આવ્યો, જેમાં સાત લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે કેટલાક લોકો ઘયાલ થવાન સમાચાર છે. આ હુમલો બુધવારે સવારે લગભગ 7.30 વાગે થયો.
તેમને જણાવ્યું કે, હેલિકૉપ્ટરમાં સવાર લોકોમાં અફઘાનિસ્તાના પશ્ચિમ ઝોનના ઉપ કોર કમાન્ડર અને ફરાહ પ્રાંતિય પરિષદના પ્રમુખ પણ સામેલ હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -