અફઘાનિસ્તાનની 2 મસ્જિદમાં આત્મઘાતી હુમલોમાં 63નાં મોત, તાલિબાન-હક્કાની નેટવર્ક પર શંકા
અફઘાન સેનાના મેજર જનરલ અલીમસ્ત મોહમ્મદે જણાવ્યું કે, કાબુલમાં શિયા મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક સુન્ની મસ્જિદમાં પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 33 લોકો માર્યા ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજો હુમલો ઘોર પ્રાંતની સુન્ની મસ્જિદમાં કરવામાં આવ્યો. પોલીસ પ્રવક્તાના કહેવા મુજબ એક લોકલ નેતાને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા. જ્યારે 75 લોકો ઘાયલ થયા છે.
પ્રથમ હુમલો ઈમામ જમાન મસ્જિદમાં થયો. આ મસ્જિદ કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં છે. અહીંયા શુક્રવારની નમાઝ માટે લોકો એકઠા થયા હતા. હુમલાખોર મસ્જિદમાં હાજર લોકો વચ્ચે જઈ પહોંચ્યો અને પોતાની જાતને ઉડાવી દીધી. પાકિસ્તાનની સમા ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ પોલીસે 30 બોડી કબજે કરી છે. હુમલામાં 45 લોકો ઘાયલ થયા છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની 2 મસ્જિદોમાં શુક્રવારે રાતે આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં 63 લોકોના મોત અને 120 ઘાયલ થયા છે. મૃતકોમાં હિલાઓ અને બાળકો પણ સામેલ છે. કાબુલમાં સિક્યુરિટી એજન્સીને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલો થયો તે સ્થળે મોટાભાગના દેશોની એમ્બેસી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -