35 વર્ષના પ્રતિબંધ બાદ સાઉદી અરબમાં પ્રથમ વખત ખુલ્યો સિનેમા હોલ, જાણો કેમ લગાવાયો હતો પ્રતિબંધ
18 એપ્રિલના રોજ સાઉદીના રિયાદ શહેરમાં પ્રથમ સિનેમા હોલ ખૂલ્યો હતો. આ દરમિયાન પ્રથમ પ્રાઇવેટ સ્ક્રીનિંગ થયું, જેમાં માત્ર ઇન્વિટેશનના આધારે લોકોને બોલાવામાં આવ્યા. જે બાદ તેને આમ આદમી માટે ખુલ્લો મુકવામાં આવ્યો.
સાઉદીના સરકારી મીડિયા મુજબ એએમસી એન્ટરટેનમેન્ટને સિનેમાઘર ચલાવવા માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ કંપની આગામી પાંચ વર્ષમાં અહીંયા 15 વર્ષમાં 40થી વધારે સિનેમાઘરની શરૂઆત કરશે.
અમુક અહેવાલો મુજબ સાંસ્કૃતિક ફેરફારના બદલે ઇકોનોમીમાં સુધારો લાવવા માટે સિનેમાઘરો પરથી પ્રતિબંધ હટાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
સાઉદીમાં ફિલ્મ દર્શાવવા માટેનું લાયસન્સ મેળવનારી કંપનીના સીઈઓ ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. આ પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે મે મહિનામાં લોકો માટે સિનેમા હોલ ખોલી દેવામાં આવશે.
1980ના દાયકામાં અશ્લીલતાના આધાકે સિનેમા હોલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે.
રિયાદઃ સાઉદી અરબમાં રહેતા ફિલ્મના શોખીન લોકો માટે સારા સમાચાર છે. અહીંના સિનેમાઘરો પર 35 વર્ષથી લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધ હટાવાયા બાદ લોકોને બોલાવાયા અને બ્લેક પેંથર મૂવી દર્શાવવામાં આવી.