આ હોટ એક્ટ્રેસને પોતાના 'ગુરૂ' સાથે હતા સેક્સ સંબંધ, ગુરૂની હવસ સંતોષવા સપ્લાય કરતી યુવતીઓ, થઈ ધરપકડ
ન્યૂયોર્કઃ સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં અમેરિકન ટીવી સીરિઝ સ્મોલવિલેની જાણીતી એક્ટ્રેસ એલિસન મેકની ધરપકડ કરવામાં આવી છે. એલિસન પર ‘સેક્સ સંપ્રદાય’ તરીકે ઓળખાતા NXIVM નામના સંગઠન માટે અનેક યુવતીઓની સપ્લાય કરવાનો આરોપ છે. જોકે, પોતાના પર લાગેલા તમામ આરોપોને એલિસને ફગાવ્યા હતા.
એક્ટ્રેસ એલિસનને બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. એલિસનના વકીલે જામીન આપ્યા વિના એક્ટ્રેસને છોડવાની વિનંતી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. તે સિવાય કેથી રેનિયર પર આરોપ છે કે તેણે કંપનીમાં જોડાનારી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને બાદમાં તેમને સેક્સ સ્લેવ બનાવી દેતો. વકીલે કહ્યું કે, એલિસન કેથી માટે મહિલાઓની ભરતી કરતી હતી અને તેના બદલામાં કેથી પાસેથી પૈસા મેળવતી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, એલિસન યુવતીઓને ફક્ત મહિલાઓ માટેનું આ સંગઠન છે તેમ કહીને જોડાવા માટે કહેતી હતી. આ કંપનીના ન્યૂયોર્ક, મેક્સિકો, કેનેડા અને સાઉથ અમેરિકામાં પણ અનેક સેન્ટરો છે.
કેથી પોતાની NXIVM નામની કંપનીને મલ્ટીલેવલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન ગણાવતો હતો. તે પર્સનલ ડેવલોપમેન્ટ માટે અનેક વર્કશોપનું પણ આયોજન કરતો હતો. તેના વર્કશોપમાં મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર, અને બ્રિટિશ અબજોપતિ રિચાર્ડ બ્લેનસન પણ આવી ચૂક્યા હતા.
એક રિપોર્ટ પ્રમાણે, એલિસન NXIVMના ફાઉન્ડર કેથી રેનિયરને યુવતીઓ સપ્લાય કરવામાં સામેલ હોવાનો આરોપ છે. ગયા મહિને સેક્સ ટ્રાફિકિંગ અને બળજબરીપૂર્વક મજૂરી કરવાના આરોપમાં કેથી રેનિયરની ધરપકડ કરવામાં આવી હતી. કેથી રેનિયરને મેક્સિકોથી અમેરિકા લાવવામાં આવ્યો હતો. જોકે, એક્ટ્રેસ એલિસને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, એલિસન અને કેથી રેનિયર વચ્ચે પણ સેક્સ સંબંધો હતા.