પાકિસ્તાનની પ્રથમ ટ્રાંસજેન્ડર ન્યૂઝ એન્કર બની મારવિયા મલિક
મલિક અત્યારે એક ટ્રેઈની એન્કર તરીકે લાહોર સ્થિત કોહેનૂર ન્યૂઝમાં કામ કરી રહી છે. તે આ વાતથી ખૂબજ ખુશ છે કે તેને ખૂબજ સમ્માન મળી રહ્યું છે પરંતુ પાકિસ્તાનના ટ્રાન્સજેન્ડર સમુદાયના જીવનમાં સુધારો લાવવું ખુબજ જરૂરી છે જેનો ભાર તેના પર રહેશે કે તે સમાજને કેટલી ઉંચાઈ પર લઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાંજ વર્ષ 2017ની જનસંખ્યાના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે જેમાં પ્રથમ વખત ટ્રાંસજેન્ડરોને સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં 20 કરોડની જનસંખ્યામાં લગભગ 10 હજાર ટ્રાંસજેન્ડરની આબાદી છે.
મલિકને ખૂબજ નાની વયે અહેસાસ થઈ ગયો હતો કે તે ટ્રાંસજેન્ડર છે. તેણે 15 વર્ષની ઉંમરમાં જ પોતાના પરિવારથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. જેથી પોતાના પગભર થઈને આગળ વધે અને કોઈ તેની સાથો રોક-ટોક ના કરે.
મારવિયા મલિકે પાકિસ્તાની પંજાબ યૂનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. મલિકે મીડિયાને જણાવ્યું કે તે આ પદ મેળવવા માટે સફળ રહી છે અને તેણે સાબિત કરી બતાવ્યું કે ટ્રાન્સજેન્ડર સમુદાય કોઈ પણ નોકરી કરવા માટે સક્ષમ છે અને તે ધારે તે કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે “હું દેશને બતાવવા માગું છું કે હું અમે સમાજમાં અલગ જગ્યા બનાવવા સક્ષમ છે અને અમે પણ માણસ છે”
નવી દિલ્લી: પાકિસ્તાનમાં 21 વર્ષની ટ્રાંસજેન્ડર પત્રકાર ન્યૂઝ એન્કર બની ગઈ છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર મારવિયા મલિક ગત 23 માર્ચે ઓન એર થઈ હતી. તેનો પ્રથમ શો સોશલ મીડિયા એટલે કે ફેસબુક, ટ્વીટર પર ખૂબ વાયરલ થયો હતો. આ વાત પરથી માલૂમ પડે છે કે પાકિસ્તાનમાં પણ અન્ય દેશોની જેમ ટ્રાન્સજેન્ડરોને પોતાનો અધિકાર ખૂબજ ઝડપી મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -