હવે 140 નહીં પણ 130ને હાઈ બ્લેડ પ્રેશર ગણવાનું નક્કી થયું
હાઈ બ્લડ પ્રેશરનું સમયસર નિદાન થાય અને સારવાર લેવાય તો હૃદયરોગ કે સ્ટ્રોક જેવી બીમારીમાં મોતથી બચી શકાય છે. તે ‘સાઈલન્ટ કિલર’ કહેવાય છે કારણ કે તેના કોઈ દેખીતા ચિહ્ન નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે નવી ગાઈડલાઈન મુજબ ૧૩૦ એમએમ એચજી હાઈ બ્લડ પ્રેશરને વધારે ગણાશે અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર માટે તે વધારે ગણાશે. એ જ રીતે BP ૮૦ હશે તો તે ડાયાસ્ટોલિક મેઝરમેન્ટ માટે વધારે ગણાશે.
જૂના માપદંડ મુજબ અમેરિકાના ૩૨ ટકા પુખ્ત વયના લોકોને હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શન હતું, પરંતુ નવા માપદંડ મુજબ આ પ્રમાણ વધીને ૪૬ ટકા થઈ ગયું છે. જોકે એએચએએ કહ્યું છે કે આમ છતાં હાઈબ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે દવા લેતા દર્દીઓની સંખ્યામાં સહેજ જ વધારો થશે.
અમેરિકન હાર્ટ એસોસિએશન(AHA) અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી(ACC) આ ગાઈડલાઈન તૈયાર કરે છે, જેના આધારે હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થઈ શકે છે અને તેના આધારે તેને અટકાવવા, તેને કંટ્રોલ કરવા અને તેની સારવારમાં મદદ મળે છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં હવે 140 નહીં પરંતુ 130 હશે તો હાઈબ્લડ પ્રેશર ગણાશે. અમેરિકાન હાર્ટ એસોસિએશન અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીએ હાઈ બ્લડ પ્રેશરને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાઈ બ્લડ પ્રેશરની સારવાર 130/80 એમએમએચજી પર શરૂ કરી દેવી જોઈએ. જે પહેલા 140/90 હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -