ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં 50 કરોડ જાનવરોના મોત, તસવીરો જોઈને હચમચી જશો
આગમાં ફસાયેલા બીજા જાનવરોને બચાવવા માટે અનેક સંસ્થાઓ લાગી ગઈ છે. જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે ત્યાં કેટલા જાનવરો હયાત છે. નોંધનીય છે કે, ઑસ્ટ્રેલિયાનું આ જંગલ લગભગ 15 મિલિયન એકર ક્ષેત્રફળ સુધી બળીને ખાક થઈ ચૂક્યું છે.
નોંધનીય છે કે, જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધી 18 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચાર મહિનાનો સમય પસાર થયા બાદ પણ ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ખતમ નથી થઈ રહી. યુનિવર્સિટી ઑફ સિડનીના ઇકોલૉજિસ્ટે અનુમાન વ્યક્ત કર્યું છે કે અત્યાર સુધી 50 કરોડ જાનવરોના મોત આગમાં દાઝી જતાં થઈ છે. તેમાં કંગારુ, સ્તનધારી પશુ, પક્ષી અને સરકતા જીવ તમામ સામેલ છે.
મૂળે આગથી બચીને ભાગ ભાગતાં એક બાળ કંગારુ તારની ઝપટમાં આવી ગયું. જેના કારણે તે ભાગી ન શક્યું અને બળીને ખાક થઈ ગયું. તેની દર્દનાક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ઘણી વિચલિત કરનારી છે.
ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં સપ્ટેમ્બરમાં લાગેલી આ આગથી અનેક લોકો માર્યા ગયા છે ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. આ દરમિયાન એક હૃદય કંપાવનારી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક કંગારુનું બચ્ચું બળી ગયેલી હાલતમાં તારથી વળગેલું છે.
નિવેદન અનુસાર પીએમે ભારતની પોતાની રાજકીય યાત્રા અને જાપાનની સત્તાવાર યાત્રા રદ્દ કરી જેથી ઓસ્ટ્રેલિયામાં આવેલ આ આપદાના સમયે દેશમાં રહી અને બચાવ કાર્યો પર નજર રાખી શકાય.
એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાની પીએમે કહ્યું, ‘અમારો દેશ હાલમાં દેશભરમાં ફેલાયીલ જંગલની ભીષણ આગનો સામનો કરી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં અમારી સરકારનું સંપૂર્ણ ધ્યાન ઓસ્ટ્રેલિયાના નાગરિકોની મદદ કરવા પર કેન્દ્રિત છે. ઘણાં લોકો હાલમાં આગ સામેના જોખમનો સામનો કરી રહ્યા છે અને ઘણાં લોકો તેમાંથી બહાર નીકળી ગયા છે.’
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં અત્યાર સુધીની સૌથી મોટી આગ લાગી છે. અહીંના જંગલો છેલ્લા ઘણાં દિવસોથી આગમાં ભસ્મીભૂત થઈ રહ્યા છે. જંગલની આગને જોતા દેશના પીએમ સ્કોમ મોરિસને 13 જાન્યુઆરીએ શરૂ થનારી પોતાના ચાર દિવસીય ભારત યાત્રા શનિવારે રદ્દ કરી દીધી હતી. જોકે પીએમ મોરિસને કહ્યું કે, તે એગામી મહિને યોગ્ય સમયે ફરી એક વખત ભારત પ્રવાસની તારીખ જાહેર કરશે. તે 13 જાન્યુઆરીથી શરૂ થનારી પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી સાથે વ્યાપક દ્વિપક્ષીય મુદ્દે વાતચીત કરવાના હતા.