ડિસેમ્બરથી અમેરિકાના EB 5 વીઝા મેળવવા બનશે મુશ્કેલ, રોકાણની રકમ પણ વધશે, જાણો વિગત
2017 નાણાકીય વર્ષમાં EB-5 સાથે 587 અરજીઓ કરનાર દેશોમાં ભારતનો બીજો ક્રમાંક છે તેમ યુએસના કોંગ્રેસમેન અને એવીજી અમેરિકાના સહ- સ્થાપક અને સીઓએ આરોન શૉકે જણાવ્યું હતું. તેઓ મુખ્ય પ્રાયોજક અને ઇબી-5 રિઓથોરાઇઝેશન લૉના લેખક પણ છે. EB-5ના અરજદારોમાં ભારત પછી ચીન, વિયેટનામ અને દક્ષિણ કોરિયાનો નંબર છે. 2013માં 86, 2014માં 99, 2015માં 237, 2016માં 348 અને 2017માં 500 ભારતીયો દ્વારા ઈબી-5 વીઝા અરજી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ડોલર મિલિયનર્સની સંખ્યા ગયા વર્ષના સાડા ત્રણ લાખની સામે 18% વધી છે. જેના કારણે અમેરિકામાં વસવાટ કરવા ઇચ્છતા લોકોની સંખ્યા વધી ગઈ છે. H1 B વીઝા મેળવવા મુશ્કેલ બન્યા છે ત્યારે ભારતીય ધનાઢ્યો ઇબી-5 વીઝા દ્વારા ત્યાં રોકાણ કરીને સ્થાયી થઈ રહ્યા છે. એમવીજી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ્સ ભારતમાં ઇબી-5ની ઓફિસ શરૂ કરનાર ભંડોળ એકત્ર કરનારી કંપની છે.
અમદાવાદઃ અમેરિકામાં રોકાણ કરી ત્યાં જઈ સેટ થવા માંગતા ભારતીયો અને ગુજરાતીઓ તમામ મુશ્કેલીઓ પાર કરવા માટે જાણીતા છે. AVG અમેરિકાના સ્થાપક અને CEO વિક્રમ આદિત્ય કુમારે જણાવ્યું કે, સાતમી ડિસેમ્બર પછી અમેરિકાનો ઇબી-5 વીઝાનો માર્ગ મુશ્કેલ થવાની શક્યતા છે. ટ્રમ્પ સરકારે ઈબી-5 વીઝાની અંતિમ તારીખ સાતમી ડિસેમ્બર 2018 સુધી લંબાવવાની જાહેરાત કર્યાં પછી આ સમય પછી વીઝા મેળવવા માટેના રોકાણની રકમમાં થોડો વધારો થવાની શક્યતા છે. યુએસના વીઝા મેળવવા ઉત્સુક રોકાણકારો માટે અરજી ભરવા માટેની આ શ્રેષ્ઠ તક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -