અયલાન જેવી જ તસવીર ફરી આવી સામે, આ વખતે ભોગ બન્યો મ્યાનમારનો મોહમ્મદ
2015 સીરિયામાં યુરોપ જતા રસ્તામાં અયલાનનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2015માં સીરિયાના બાળક અયલાનની જે તસવીર આવી હતી તેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. એક વાર ફરી આવી દર્દનાક તસવીર સામે આવી છે. ભારતના પાડોશી દેશ મ્યાન્માર મોહમ્મદ શોહયાતનો મૃતદેહ પણ આવી જ હાલતમાં મળી આવ્યો છે. નાના બાળકની આ તસવીર જોઈને લોકોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં સીરિયામાં થયેલા એક હુમલામાં ચાર વર્ષના ઓમરાનની આ તસવીર સામે આવી હતી.
મ્યાન્મારમાં રોહિંગ્યા સમુદાયના શોહયાતની આ તસવીર સમુદાય સાથે થઈ રહેલા વ્યવહારનો પુરાવો છે. આ તસવીર ત્યારની છે જ્રે બાંગ્લાદેશ છોડવાની કોશિશમાં શોહયાતે જીવ ગુમાવવો પડ્યો.
શોહયાતની આ તસવીર સામે આવ્યા બાદ તેની તસવીરોની તુલના અયલાનની તસવીરો સાથે કરવામાં આવી રહી છે. વર્ષ 2011ની શરૂઆતમાં સીરિયામાં ચાલી રહેલા સિવિલ વોરની કરૂણતાને દર્શાવતી હતી આયલનની એ તસવીર. મ્યાન્મારના રોહિંગ્યા સમુદાય સાથે આ મુશ્કેલી નથી. આ સમુદાયને તેમના દેશમાં સાંપ્રદાયિક હિંસા અને ક્રૂરતાનો સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -