ફૉર્બ્સ ‘સુપર અચીવર્સ-2017’ની યાદીમાં ભારતીય મૂળની કેટલી હસ્તીઓએ જમાવ્યું સ્થાન, જાણો
સ્વાસ્થ્ય ક્ષેત્રની કંપની જિપ્લિનમાં એમણે રવાન્ડા દેશમાં ડ્રોનના માધ્યમથી દવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય તેમની કંપની બાળકોમાં લૂના ઈલાજ માટે પણ એક ઉપકરણ બનાવવાનું કામ કરી રહી છે. આ યાદીમાં 27 વર્ષીય પ્રાર્થના દેસાઈનું નામ પણ છે, જેમને હાવર્ડ વિશ્વ વિદ્યાલયમાં પોતાનું ભણતર વચ્ચે જ છોડી દીધું હતું, કેમકે તે વિકાસશીલ દેશમા ડ્રોનની મદદથી લોકોનો ઈલાજ કરવા માટે એક કાર્યક્રમ ચલાવવા માગતા હતાં.
આ યાદીમા નિયો લાઇટના સહસંસ્થાપક 27 વર્ષીય વિવેક કોપ્પાર્થીનુ નામ સામેલ છે, જેમણે પીળિયો રોગમાં ઘરે ઉપયોગ કરવા માટે સક્ષમ એક નાનું પ્રકાશ-ચિકિત્સા ઉપકરણ વિકસિત કર્યુ છે.
ફોર્બ્સની યાદીમાં કુલ 600 એવા લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પારંપરિક વિચારોને પડકાર્યા છે. અને નવી પેઢીના નિયમોને ફરીથી લખ્યાં છે. એમનામાં કંઈક કરી દેખાડવાનો જુસ્સો છે. આ લોકોનું લક્ષ્ય બીજું કાઇ નહી, પણ હાલની પરિસ્થિતિઓને તોડવાનો અને દુનિયાને બદલવાનો છે.
ન્યૂયોર્ક: ફોર્બ્સ મેગેઝિન 2017નાં સુપર અચીવર્સ યાદીમાં ભારતીય મૂળના 30 નવી હસ્તીઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં એવા લોકોને સ્થાન મળે છે જે 30 વર્ષથી નીચેની વયના લોકો કે જે વિશ્વ અને પરિસ્થિતિને બદલવામાં વિશ્વાસ રાખે છે. આ યાદીમાં સ્વાસ્થ્ય, બાંધકામ, રમતજગત અને નાણાં જેવા 20 ઉદ્યોગક્ષેત્રના 30 ભારતીય દુનિયામાં કંઈક બદલાવ કરવાનો ઈરાદો રાખે છે તેમનો સમાવેશ થાય છે. આ યાદીમાં પુરુષ અને મહિલાઓ સહિત કુલ ભારતના 30 લોકોનો સમાવેશ થાય છે કે જેમણે પોતાના ક્ષેત્રમા આગવી ઓળખ ઊભી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -