આ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઝડપાઈ ખતરનાક ડ્રગ્સની 14,000 ટેબ્લેટ્સ સાથે, જાણો વિગત
સ્થાનિક પોલીસ ચીફ પ્રણબ ચૌધરીએ જણાવ્યું કે, સર્ચ દરમિયાન અમને નાઝરીનની બેગમાંથી 14,000 ગોળીઓ મળી હતી. જે એક પેકેટમાં તેણે છુપાવી હતી. પોલીસે જે સ્થળે બસ થોભાવી તલાશી લીધી તે કોક્સ બજાર મ્યાંમારની સરહદ નજીક આવેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાઝરીન ખાન મુક્તા ડ્રગ્સને ઢાકાના વિવિધ સ્થળે વેચતી હતી.
બાંગ્લાદેશ-મ્યાંમારની આ બોર્ડર ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંથી લાખો ડ્રગ્સની ગોળીઓ સમગ્ર બાંગ્લાદેશમાં સપ્લાઇ કરવામાં આવે છે.બાંગ્લાદેશમાં માર્ચ મહિનાથી શરૂ થયેલા વિશેષ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 90 લાખ ડ્રગ્સની ગોળીઓ મળી આવી છે.
નાઝરીન વિશ્વવિદ્યાલયની સ્ટુડન્ટ છે અને મહિલાઓની ઢાકા પ્રીમિયર લીગમાં રમે છે. તેણીએ સ્વીકાર્યું હતું કે આ ડ્રગ્સને લઈ તે ઢાકાના વિવિધ સ્થળે વેચવા જતી હતી.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં રમાનાર ક્રિકેટરને યા બા નામનું ડ્રગ્સ રાખવા બદલ કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. મહિલા ક્રિકેટર મેથાફેટામાઇન નામના ડ્રગ્સની 14000 ગોળી સાથે ઝડપાઈ હતી.
23 વર્ષીય નાઝરીન ખાન મુક્તા યા બા નામના ડ્રગ્સની ગોળીઓ સાથે ચિત્તાગોંગથી ઢાકા જતી હતી ત્યારે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હોવાથી જ્યારે તે પસાર થતી હતી ત્યારે તલાશી લેવામાં આવતા ડ્રગ્સની ગોળીઓ પકડાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -