કેનેડાઃ ટોરન્ટોમાં વાન ચાલકે રાહદારીઓ પર ચડાવી કાર, 9નાં મોત, ડ્રાઇવરની ધરપકડ
દુર્ઘટના બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે જણાવ્યું કે, આરોપી વાન ચાલક દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો, પરંતુ બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીએસ ન્યૂઝના કહેવા મુજબ આરોપીનું નામ એલેક મિનાસિયન છે અને તે ઓન્ટારિયોના રિચમન્ડ હિલનો રહેવાસી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટોમાં એક વાન ચાલકે પગપાળા જઈ રહેલા લોકો પર ગાડી ચડાવી દીધી. જેમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. ઘટનાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ન્યૂઝ એજન્સી મુજબ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ડ્રાઇવરે જાણી જોઈને લોકો પર કાર ચડાવી તેમને કચડ્યા હોવાનું પોલીસનું કહેવું છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે સરકાર ઘટનાથી પ્રભાવિત લોકોની સાથે છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ટોરન્ટો પોલીસના કહેવા મુજબ સ્થાનિક સમય મુજબ બપોરે 1.27 કલાકે આ ઘટના બની હતી. હાલ ડ્રાઇવરની પૂછપરછ ચાલુ છે. ડ્રાઇવરે જાણી જોઇને આવું કૃત્ય કર્યું છે કે નહીં તે અંગો પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -