અમેરિકા: ઓબામાએ કરી દિવાળીની ઉજવણી, કહ્યું આ પરંપરા ચાલુ રહેશે
વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસ કાર્યાલયમાં પ્રથમ વખત દીવડાઓ પ્રગટાવીને દીવાળીની ઉજવણી કરી અને આશા વ્યક્ત કરી કે તેમના બાદ આવનારા નેતાઓ પણ આ પરંપરાને ચાલુ રાખે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે વ્હાઈટ હાઉસના ફેસબૂક પેજ પર કહ્યુ આ વર્ષે મને ઓવલ કાર્યાલયમાં પ્રથમ વખત દીવડા પ્રગટાવવાનું સમ્માન મળ્યુ છે. આ દીપ એ વાતનું પ્રતીક છે કે કઈ રીતે પ્રકાશ હંમેશા અંધકાર પર વિજય મેળવે છે. હુ ઉમ્મીદ કરુ છું કે ભવિષ્યના રાષ્ટ્રપતિ આ પરંપરાને ચાલુ રાખશે.ફેસબૂક પર દોઢ લાખથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી ચૂક્યા છે અને 33 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી છે.
ઓબામાએ કહ્યું મને વર્ષ 2009મા વ્હાઈટ હાઉસમા દીવાળીની ઉજવણી કરી પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. મિશેલ અને હુ ક્યારેય પણ નહી ભૂલી શકિએ ક ભારતીય લોકોએ દિલ ખોલીને અમારૂ સ્વાગત કર્યું હતું અને દીવાળી પર મુંબઈમાં અમારી સાથે ડાંસ પણ કર્યો હતો.
વર્ષ 2009માં, વ્હાઈટ હાઉસમાં દીવાળીની ઉજવણી કરનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના ઓવલ કાર્યાલયમાં પ્રશાસનના કેટલાક ભારતીય અધિકારીઓ સાથે દીવડાઓ પ્રગટાવ્યા બાદ આ ક્ષણને ફેસબુક પર પોસ્ટ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -