ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને પ્રવાસીએ જીવતો સળગાવ્યો, જાણો કોણ છે તે
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના શહેર બ્રિસબેનમાં એક પ્રવાસીએ બસ ડ્રાઈવ પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવ્યો. આ ભયાનક ઘટના સમયે અન્ય પ્રવાસીપણ બસમાં સવાર હાત. સ્થાનીક મીડિયા અહેવાલ અનુસાર 29 વર્ષના મનમીત અલીશેર પંજાબી સમુદાયના જાણીતા ગાયક હતા અને તેની હત્યા શા માટે કરવામાં આવે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
પોલિસ અધિકારી જિમ કિયોગે પત્રકારોને જણાવ્યું કે, આ ભયાનક ઘટના મુરુકાના શાંત ઉપનગરમાં થઈ અને આ અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ડ્રાઈવર વિશે જાણવા મળ્યું છે કે, તે પોતાનો બિઝનેસ કરતો હતો અને સમુદાયની મદદ કરતો હતો.
આ મામલે 48 વર્ષના એક સંદિગ્ધ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટના સમયે હાજર લોકોએ પાછળનો દરવાજો લાત મારીને ખોલ્યો. જિમ અનુસાર સારું થયું કે આખી બસમાં આગ લાગી ન હતી. આ બસમાં અંદાજે 6 જેટલા લોકો સવાર હતા. જેમાંથી કેટલાકને ધૂમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેની બાદમાં સારવાર કરવામાં આવી.