બેલારુસના રાષ્ટ્રપતિ કરી અપીલ, લોકો થઇ ગયા ન્યૂડ, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોએ દેશવાસીઓએ કરેલી અપીલ બાદ વિચિત્ર પ્રકારની સ્થિતિ પેદા થઇ છે. એલેક્ઝેન્ડરે નેશનલ એસેમ્બલીમાં આપેલી સ્પીચમાં કહ્યું હતું કે ‘ટુ સ્ટ્રિપ એન્ડ વર્ક’, તેમનો ઉદ્દેશ હતો કે ‘શરીરમાંથી પરસેવો છૂટે ત્યાં સુધી કામ કરો’. પણ લોકોએ તેનો અર્થ અલગ કાઢ્યો અને તેની મજાક સોશિયલ સાઇટ પર ન્યૂડ વર્ક કરતી પોતાની તસવીર પોસ્ટ કરીને ઉડાવી હતી.
રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડરે ડેવલપને બદલે અનડ્રેસ શબ્દનો ઉપયોગ કર્યો હતો પરંતુ લોકોએ કંઇક બીજો જ અર્થ કાઢ્યો. રાષ્ટ્રપતિના ભાષણના થોડાક જ દિવસો બાદ લોકોએ ઓફિસમાં ન્યૂડ થઇને કામ કરતા પોતાના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
સોશિયલ મીડિયામાં #getnakedandwork નામે હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો. કેટલાક લોકોએ વસ્ત્રો પહેરતા જ રાષ્ટ્રપતિને સંદેશ આપવા માટે એક ગીત ‘ટંગ-ઇન-ચેક’ પણ રેકોર્ડ કરીને તેમને મોકલ્યું. જોકે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિએ જાણીજોઇને આવી ભાવુક અપીલ કરી હતી. તેમણે દેશની કરન્સી રુબલ ખરાબ રીતે ગગડી રહી છે. તેના કારણે બેલારુસમાં બેરોજગારી વધી ગઇ છે. દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે લોકોને વધુ મહેનત કરવાની અપીલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -