65 વર્ષીય ઇમરાન ખાને પાંચ બાળકોની મા સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
બાદમાં ઇમરાને જાન્યુઆરી 2015માં ટીવી પત્રકાર રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન ફક્ત 10 મહિના જ ટકી શક્યા હતા અને તેઓ ઓક્ટોબર 2015માં છૂટા પડી ગયા હતા.
પીટીઆઇ ચીફ ઇમરાન ખાન અગાઉ બે લગ્ન કરી ચૂક્યો છે. તેણે પ્રથમ લગ્ન 1995માં પાકિસ્તાની-બ્રિટિશ પત્રકાર જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા હતા જે બ્રિટિશ અબજપતિની દીકરી હતી. ઇમરાન અને જેમિમા 2004માં અલગ પડી ગયા હતા. ઇમરાનને જેમિમાથી બે બાળકો છે.
આ અગાઉ મનેકાના લગ્ન ફરીદ મનેકા સાથે થયા હતા. જેઓ ઇસ્લામાબાદમાં વરિષ્ઠ કસ્ટમ અધિકારી તરીકે તૈનાત છે. પરંતુ તાજેતરમાં જ બંન્ને અલગ પડ્યા હતા. બુશરા મનેકા પાકિસ્તાનના પંજાબમાં બુશરા બીબી તરીકે જાણીતી છે. તેણે લાહોરની એચિસન કોલેજમાંથી ગેજ્યુએટ કર્યું છે. બુશરા દક્ષિણ પંજાબની રહેવાસી છે. બુશરાને પાંચ બાળકો છે જેમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ સામેલ છે
ઇમરાનની ત્રીજી પત્ની 40 વર્ષીય બુશરા મનેકા વાટ્ટુ કબીલાથી સંબંધ ધરાવે છે. ઇમરાન ખાન અને બુશકા મનેકાની પ્રથમ મુલાકાત 2015માં લોધરનમાં પેટા ચૂંટણી દરમિયાન થઇ હતી. લોધરનમાં એનએ-154 બેઠક માટે ચૂંટણી હતી.
પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના વડા ઇમરાન ખાને બુશરા મનેરા સાથે ત્રીજીવાર લગ્ન કર્યા હતા. પાકપટ્ટનમાં એક સન્માનિત પીરનો દરજ્જો ધરાવતી બુશરા અને ઇમરાનના નિકાહ રવિવારે લાહોરમાં એક સાદા સમારોહમાં થયા હતા. ઇમરાન ખાનની પાર્ટીના પ્રવકત્તા ફવદ ચૌધરીએ કહ્યું કે, લગ્ન બુશરાના ભાઇના ઘર પર થયા હતા. લગ્નની જાહેરાત બાદ ઇમરાન ખાનને ટ્વિટર પર અભિનંદનનો વર્ષા થઇ હતી.