છોકરીઓને ફસાવીને યુવક કરતો નિકાહ, સુહાગરાતનો વીડિયો બનાવી કરતો હતો આ કામ, જાણો વિગત
લાહોરઃ પાકિસ્તાનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યાં બ્રિટિશ-પાકિસ્તાન મૂળનો યુવક પાકિસ્તાની છોકરીઓ સાથે નિકાહ કર્યા બાદ તેમને બ્લેકમેલ કરી રહ્યો છે. તે યુવક નિકાહ બાદ પ્રથમ રાતે છોકરીઓ સાથેનો વીડિયો શૂટ કરીને તેમને બ્લેકમેલ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક પીડિતાએ જણાવ્યું કે, મુમતાઝ ડ્રગ્સની હેરાફેરીમાં પણ સંડોવાયેલો છે. તેણે પીડિતાઓને પણ ડ્રગ્સની દાણચોરીમાં સામેલ કરવાની કોશિશ કરી હતી. હાલ પીડિત યુવતીઓના પરિવારજનો આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
જો કોઈ છોકરી આવા મામલામાં તલાકની માંગ કરે તો તેને ચોરીનો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે મીડિયામાં મામલો સામે આવ્યા બાદ આરોપી મુમતાઝ ફરાર થઈ ગયો છે.
ધ નેશનના અહેવાલ મુજબ પાકિસ્તાનના મીરપુરમાં આ પ્રકારના અનેક મામલા સામે આવ્યા છે. યુવક અનેક છોકરીઓનો વીડિયો શૂટ કર્યા બાદ તેને ઓનલાઇન અપલોડ કરવાની ધમકી આપીને ત્રાસ આપી રહ્યો છે. નિકાહ કરેલી એકપણ છોકરીને તે વિદેશ સાથે નથી લઈ ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -