અમેરિકાના આ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની ન મળી મંજૂરી, જાણો કેમ
ગુરુકુળ બનાવવાનું પ્રપોઝલ મુકનારા મનુ પટોળિયાએ કહ્યું કે, અમે ગુરુકુળની ડિઝાઇન સુધારવા માટે તૈયાર છીએ. તેમાં ભારતની વિવિધ ભાષાઓના ક્લાસિસ ઉપરાંત લોકો માટે યોગના ક્લાસિસ પણ ચલાવવામાં આવશે. અમને પશ્વિમિ છાંટ વિશે જણાવો જેનો અમે પાલન કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂયોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયાના નોર્કો શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા માટે સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં હોર્સટાઉન શહેરના સ્થાનિક લોકોના વિરોધ બાદ ગુરુકુળ બનાવવાની મંજૂરી આપવામાં આવી નહીં. હોર્સટાઉન શહેરના લોકોની દલીલ હતી કે આ ગુરુકુળ તેમના શહેરના બાંધકામની શૈલીને અનુકુળ નથી. નોંધનીય છે કે નોર્કો જૂના પશ્વિમી સ્ટાઇલમાં થયેલા બાંધકામ અને રહેણીકહેણી માટે જાણીતું છે.
જેને પગલે મેયર કેવિન બાસે સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની માંગણીનો અસ્વિકાર કર્યો હતો. અમે પશ્વિમી થીમ પર આધારિત મકાનોને જ મંજૂરી આપીશું. નોર્કોની વસ્તીમાં ફક્ત એક ટકા લોકો જ ભારતીયો છે. જોકે તેમ છતાં અહીં ગુરુદ્ધારા, ચર્ચ, થિયેટર વગેરે આવેલું છે. નોર્કો શહેરના અધિકારીઓ નોર્કોની વેસ્ટન થીમ અને ગ્રામીણ લાઇફ સ્ટાઇલને જાળવવા માંગે છે.
નોર્કોના સ્થાનિકો લોકો ઘોડેસવારી માટે ખૂબ જાણીતા છે. નોર્કોને હોર્સટાઉન તરીકે પણ ઓળખવામા આવે છે. અહીંના મકાનો પર મેટલની છત હોય છે અને ખાસ કરીને તેમાં પ્રાચીન પશ્વિમી કલાની છાંટ જોવા મળે છે. સ્થાનિકોએ સરકારમાં રજૂઆત કરી હતી કે આ ગુરુકુળની બનાવટ અમારી લાઇફસ્ટાઇલ સાથે બંધબેસતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -