મેચમાં બ્રેક દરમિયાન મહિલા હોકી પ્લેયરે બાળકને કરાવ્યું સ્તનપાન, તસવીરો થઈ વાયરલ
સેરાએ જણાવ્યું કે, જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે મેચ રમી શકી નહોતી. તેથી હવે બાળકીને જન્મ આપ્યા બાદ મેદાન પર ઉતરવા ઇચ્છતી હતી. આ તસવીર મેચ શરૂ થવા પહેલા અને મેચ વચ્ચેના બ્રેક દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. મારી દાકરીને આરામથી સ્તનપાન કરાવી શકાય અને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અડધા કપડાંમાં સ્તનપાન કરાવ્યું હતું.
એલબર્ટા (કેનેડા): સ્તનપાન કોઇપણ મહિલાના જીવનનો ઘણો મહત્વનો હિસ્સો હોય છે. જેને મહિલા અને નવજાત વચ્ચે એક સામાન્ય પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. પરંતુ જાહેર સ્થળો પર માતા તેના બાળકને સ્તનપાન કરાવે તો આજે પણ લોકોને તે અસહજ લાગે છે. જેને ખતમ કરવા કેનેડાની હોકી ખેલાડીએ એક મોટું પગલું ભર્યું છે. આ મહિલા હોકી ખેલાડીએ મેચ દરમિયાન તેના બાળકને ડ્રેસિંગ રૂમમાં ન માત્ર સ્તનપાન કરાવ્યું પણ તેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી.
તેમણે કહ્યું કે, જ્યારે મેં તસવીર ખેંચી ત્યારે તે ડ્રેસિંગ રૂમમાં હતી. મારી દીકરી જ્યારે ચાર વર્ષની હતી ત્યારથી હોકી રમી રહી છે અને હોકી તેના જીવનનો અભિન્ન હિસ્સો છે. જ્યારે મેં જોયું કે ડ્રેસિંગ રૂમમાં તૈયાર થતાં પહેલાં તે બાળકને સ્તનપાન કરાવી રહી છે ત્યારે મને લાગ્યું કે આનાથી સુંદર દ્રશ્ય બીજું કોઈ હોઇ જ ન શકે.
સેરાએ કહ્યું કે, મારી માતા તસવીરો ખેંચતી હતી તેની મને કોઈ જાણ નહોતી. જ્યારે તેણે મને આ તસવીરો દર્શાવી ત્યારે ખબર પડી. જે બાદ સેરાએ તેના ફેસબુક એકાઉન્ટ પર સ્તનપાનની તસવીરો શેર કરી.
વ્યવસાયે શિક્ષક સેરા સ્માલે ફેસબુક પર તેના 8 મહિનાની બાળકને સ્તનપાન કરાવતી તસવીર શેર કતરી છે. જેમાં તે ગ્રોવેડેલ વાઇપર્સ હોકીની ડ્રેસમાં છે અને ડ્રેસિંગ રૂમમાં બાળકને સ્તનપાન કરાવી રહી છે. આ તસવીરો સેરાની માતા માડેના લેંક્ટ્રીએ ક્લિક કરી છે.
તસવીર શેર કરી સેરાએ લખ્યું કે, સ્તનપાનની તસવીર શેર કરીને હું ગર્વ અનુભવી રહું છું. હું ખુદને યુવા મહેસૂસ કરી રહી છું. આ તસવીર દ્વારા હું લોકો વચ્ચે સ્તનપાન કરાવવામાં થતાં સંકોચને દૂર કરવા માંગુ છું. લોકો વચ્ચે પણ સ્તનપાન કરાવવામાં કોઇ મુશ્કેલી ન પડવી જોઈએ. આ ઘણી સાધારણ વાત છે. તેને ગમે ત્યાં અને ગમે તે જગ્યાએ કરી શકાય છે.