હજારો ફૂટની ઉંચાઇએથી સિંગર પ્લેનના પાંખીયા ઉપર કરી રહ્યો હતો ખતરનાક સ્ટન્ટ, પગ લપસ્યો ને પડ્યો નીચે, જાણો પછી શું થયું
મેનેજરે કહ્યું કે, જોન જેમ્સ મેક્મુરેયએ પેરાશૂટ પણ પહેરેલું હતું પણ તે સમયે ના ખુલ્યું જેના કારણે તેનું નિધન થઇ ગયુ હતું. હાલમાં પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે.
મેનેજરનું કહેવું છે કે, તે ખોટી રીતે પાંખીયા ઉપર ચાલી રહ્યો હતો જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી. પાયલટે પ્લેનને કાબુમાં કરવાની કોશિશ કરી, પણ ત્યાં સુધી જોન જેમ્સ મેક્મુરેયનો પ્લેનમાંથી હાથ છૂટી ગયો હતો.
રિપોર્ટ્સ અનુસાર, 34 વર્ષીય કેનેડિયાન સિંગર અને રેપર જોન જેમ્સ મેક્મુરેય તેને એક મ્યૂઝિક વીડિયો શૂટ કરી રહ્યો હતો. આ વીડિયો શૂટ તે પ્લેનની પાંખો ઉપર હજારો ફૂટની ઉંચાઇથી કરી રહ્યો હતો. જ્યારે તે સ્ટન્ટ કરવા માટે પાંખીયા પર ગયો ત્યારે અચાનક તેનું બેલેન્સ બગડ્યું હતુ. તેનો પગ લપસ્યો અને તે નીચે પડી ગયો હતો.
ઓટાવાઃ કેનેડામાં પ્લેનમાં સ્ટન્ટ કરતી વખતે એક સિંગરનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના એકદમ ચોંકાવનારી છે. હજારો ફૂટની ઉંચાઇએ ફેમસ કેનેડિયન સિંગર અને રેપર જોન જેમ્સ મેક્મુરેય પોતાનું એક મ્યૂઝિક વીડિયો શૂટ કરવા સ્ટન્ટ કરી રહ્યો હતો. બેલેન્સ બગડવાથી તે સીધુ નીચે પડ્યો અને દૂર્ઘટના ઘટી હતી.