UKએ વીઝા પોલિસીમાં ફેરફારની કરી જાહેરાત, ભારતીય IT પ્રોફેશનલ્સને થશે નુકસાન
બ્રિટનની માઈગ્રેશન એડવાઈઝરી સમિતિને જાણવા મળ્યું કે, શરૂાતમાં આરીતે અંદાજે 90 ટકા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને વીઝા જારી કરવામાં આવ્યા. બ્રિટનની હોમ ઓફિસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટિયર 2માં કરવામાં આવેલ ફેરફારના બે તબક્કામાંથી પ્રથમ તબક્કાની જાહેરાત માર્ચમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાની જાહેરાત ઇન્ડિપેન્ડન્ટ માઈગ્રેશન એડવાઈસરી સમિતિ દ્વારા તેને રિવ્યૂ કર્યા બાદ કરવામાં આવી હતી. જો આ મામલે કોઈ વિપરિત આદેશ ન આવે તો તેને 24 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી અનુસાર, બ્રિટનના હોમ ઓફિસ તરફતી ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવેલ નવા વીઝા નિયમ અનુસાર ટિયર 2 ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર (કંપની અંદર ટ્રાન્સફર) કેટેગરી માટે 24 નવેમ્બર બાદ અરજી કરનાર માટે જરૂરી પગારની લઘુતમ મર્યાદા 30 હજાર પાઉન્ડ હશે. પહેલા આ મર્યાદા 20800 પાઉન્ડ હતી. આઈસીટી (ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર) રૂટનો ઉપયોગ મોટેભાગે બ્રિટેનમાં આવેલ ભારતીય આઈટી કંપનીઓ કરે છે.
લંડનઃ વધતા ઈમિગ્રેશન આંકડાને અંકુશમાં લેવા માટે બ્રિટનની સરકારે બિન યુરોપિય યૂનયનના લોકો માટો પોતાની વીઝા પોલિસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં ભારતીય ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સને નુકસાન થશે. આ ફેરફારની જાહેરાત બ્રિટિશ પીએમ થેરેસા મેના 3 દિવસના ભારત પ્રવાસ શરૂ થવાના પહેલા જ કરવામાં આવી છે. થેરેસા રવિવારે નવી દિલ્હી આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -