કુલભૂષણ જાધવ મામલોઃ ICJમાં ભારતે 17 એપ્રિલ, પાકિસ્તાને 17 જુલાઇ સુધીમાં લેખિત દલીલો જમા કરાવવી પડશે
આઇસીજે દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, કોર્ટે આ લેખિત દલીલો માટે સમયમર્યાદા 17 એપ્રિલ, 2018 અને 17 જુલાઈ, 2018 નક્કી કરી છે. કોર્ટે બંને પક્ષોના દ્રષ્ટિકોણ અને મામલાની પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખી આ ફેંસલો લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 મે, 2017ના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટની 10 સભ્યોની બેન્ચે આ મામલામાં કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી પાકિસ્તાનની જાધવની સજા પર રોક લગાવી દીધી હતી.
હેગઃ આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવ મામલામાં લેખિત દલીલો જમા કરાવવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. જે મુજબ ભારતે 17 એપ્રિલ અને પાકિસ્તાને 17 જુલાઇ સુધીમાં દલીલો જમા કરાવવી પડશે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટ જાધવને જાસૂસી અને આતંકવાદના મુદ્દે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જને લઇ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી.
પાકિસ્તાને મુલાકાત વખતે સુરક્ષાનું કારણ જણાવી જાધવની માતા અને પત્નીના મંગળસૂત્ર, બંગડી અને ચાંદલા દૂર કરાવ્યા કરાવ્યા હતા. આ અંગે ઘણો વિવાદ થયો હતો અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં નિવેદન આપવું પડ્યું હતું.
ભારતના ઘણા વિરોધ બાદ આખરે ગત વર્ષે 25 ડિસેમ્બરે પાકિસ્તાને ઇસ્લામાબાદમાં જાધવની માતા અને પત્ની સાથે મુલાકાત કરાવી હતી. જેમાં વચ્ચે કાચની દીવાલ હતી અને ઇન્ટરકોમ દ્વારા વાત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -