ચીનની ચિંતા વધી, કહ્યું- ભારતીયો અમારાથી આગળ, અમેરિકામાં કેમ બની જાય છે CEO?
આ રિપોર્ટમાં ભારત અને ચીન બિઝનેસ જગતમાં લોકો સાથે વાત કરવામાં આવી છે. તે અનુસાર, કામ અને ભાષા શીખવામાં ભારતીયોને એટલા માટે મહારત હાસિલ છે કેમકે તે અલગ અલૉગ સંસ્કૃતિઓ અપનાવવામાં મદદગાર હોય છે. જ્યારે અમેરિકામાં ભણનારા સ્ટૂડન્ટ્સ ચીન પરત ફરીને અહીંની અર્થવ્યવસ્થા પર ફોકસ કરવાનું પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનાઓનું પછાત રહેવું માત્ર વ્યક્તિગત હાર નથી. આને મોટા પરિદ્રશ્યમાં જોવું જોઇએ. ભારતનો સૉફ્ટ પાવર વધી રહ્યો છે. આનાથી ભારત ટેકનોલૉજી સેક્ટરમાં અમેરિકન કંપનીઓની નજરમાં આકર્ષક બની શકે છે.
ચીનની આ પરેશાન એટલા માટે પણ છે કે પશ્ચિમી શિક્ષણ મેળવનારા ચીની લોકોની સંખ્યા ભારતીયોથી વધુ જ હોય છે. જોવામાં આવે તો 2016-17 માં, 3,50,755 ચાઇનીઝ સ્ટુડન્ટ્સે અમેરિકન યૂનિવર્સિટીઝમાં એડમિશન લીધું જ્યારે માત્ર 1,85,000 ભારતીયોને આ મોકો મળ્યો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેવટે ભારતીયો આટલી મોટી સંખ્યમાં મલ્ટીનેશનલ કંપનીઓના સીઇઓ કેમ બની રહ્યાં છે, જ્યારે કારોબારી જગત સાથે જોડાયેલા ચીની મૂળના લોકો પાછળ પડી રહ્યાં છે.
આ બે ઉપરાંત સેનડિસ્ક, એડોબી સિસ્ટમ્સ, પેપ્સિકો, હરમન ઇન્ટરનેશનલ અને કૉગ્નિઝેનેન્ટના સીઇઓ ભારતીય મૂળના છે. આનાથી ઉલટું ચીની મૂળના લોકો ભાગ્યેજ મોટી અમેરિકન કંપનીના સીઇઓ છે.
અખબારમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના તામિલનાડુમાં પેદા થયેલા સુંદર પિચાઇ ઓગસ્ટ 2015 માં ગૂગલના સીઇઓ તરીકે નિયુક્ત થયા જ્યારે તેલંગાણામાં જન્મેલા સત્યા નડેલા 2014 માં માઇક્રોસૉફ્ટના સીઇઓ છે.
શાંઘાઇઃ ચીનને ભારતીય સાથે જોડાયેલી નવી પરેશાની સતાવી રહી છે, એટલે કે ચીન ચિંતામાં છે કે, લગભગ અમેરિકાની બધી દિગ્ગજ કંપનીઓના સર્વોચ્ચ પદ ભારતીયો પાસે જ કેમ છે. ચીનના સરકારી ન્યૂઝ પેપર ગ્લૉબલ ટાઇમ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -