NSGમાં ભારતની એન્ટ્રી પર ચીનની ફરી અવળચંડાઈ, કર્યો વિરોધ
ચીનના નાયબ વિદેશ મંત્રી લી હુઇલાઇએ જણાવ્યું હતું કે ‘એનએસજી અંગે હવે નવા સંજોગો હેઠળ નવો મુદો બની ગયો છે અને હવે તે અગાઉ કરતાં વધુ જટિલ બની ગયો છે.’ જોકે નવા સંજોગો અને જટિલતા શું છે તે અંગે જણાવવાનો તેમણે ઇનકાર કર્યો છે. આ મહિને આ મામલે જૂથની બેઠક યોજાનારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે મોટાભાગના દેશોનું સમર્થન હોવા છતાં ચીન છેલ્લાં ઘણાં વખતથી ૪૮ દેશોના જૂથમાં ભારતનું સભ્યપદ અટકાવી રહ્યું છે. હાલ એનએસજીના સભ્ય દેશો પરમાણુ બિઝનેસ પર અંકુશ ધરાવે છે. નવા સભ્યોને જૂથમાં સામેલ કરવા માટે તમામ દેશોની સંમતિ હોવી જરૂરી હોવાથી ચીનની આડોડાઇને કારણે ભારતની પીછેહઠ થઇ રહી છે.
બેઇજિંગ: ચીને ફરી એક વખત ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતની એન્ટ્રીનો વિરોધ કર્યો છે. ચીને સોમવારે કહ્યું કે, એનએસજીમાં સભ્યપદ માટે ભારતની દાવેદારી હવે પહેલા કરતાં પણ વધારે મુશ્કેલ થઈ ગઈ છે. ચીને કહ્યું કે, એનપીટી પર સહી ન કરનાર તમામ દેશો માટે એક જેવા નિયમ લાગુ થવા જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -