મહિલા પત્રકારે મોદીને પૂછ્યું, શું તમે ટ્વિટર પર છો? આવો મળ્યો જવાબ
જેમ જેમ આ ઘટનાની જાણકારી મળતી ગઈ, તેમ તેમ મોટી સંખ્યામાં મોદી પ્રશંસક ટ્વિટર પર પત્રકાર પ્રતિ ગુસ્સો ઠાલવવા લાગ્યા. એક યૂઝરે જણાવ્યું કે, મોદી ટ્વીટર પર સૌથી વધારે ફોલો કરવામાં આવતા વિશ્વના ત્રીજા મોટા નેતા છે. એક યૂઝરે તો મોદી અને કેલીની ટ્વિટર પ્રોફાઈલની તસવીર સૌની સામે રાખી દીધી. તેમાં સ્પષ્ટ દેખાય છે કે, મોદીના 30.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે કેલીના માત્ર 2.3 મિલિયન ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મોદી રશિયામાં છે અને સેન્ટ પીટ્સબર્ગમાં આયોજિત ડીનરમાં સામેલ થવા રાષ્ટ્રપતિ વ્લાદિમીરી પુતિન સાથે પહોંચ્યા હતા. ત્યાં અમેરિકન ટીવી ચેનલ એનબીસીની સ્ટાર રિપોર્ટર કેલીએ બન્ને નેતાઓ સાથે હાથ મિલાવ્યા અને સ્વાગત કર્યું. આ દરમિયાન મોદીએ કેલીના એ ટ્વિટનો ઉલ્લેખ કર્યો જેમાં તે છત્રી લઈને ઉભી છે. કેલીને આશ્ચર્ય થયું કે મોદીને તેના ટ્વીટ વિશે કેવી રીતે ખબર? એટલે કેલીએ મોદીને પૂછ્યું કે શું તમે પણ ટ્વીટર પર છો. મોદીએ હસતા હસતા હા પાડી.
જ્યારે મુરલી કૃષ્ણને લખ્યું, કન્ફર્મ થઈ ગયું છે કે, કેલી ઓછી જાણકારી ધરાવતી પત્રકાર છે. ઉલ્લેખનીય છે કે, એનબીસી એક અમેરિકન ચેનલ છે. ખાસ વાત એ છે કે, પુતિનની પહેલ પર ડિનર પહેલા બન્ને નેતાઓએ આ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો. પશ્ચિમી મીડિયામાં આ વાતના પણ અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ પત્રકારોને સલાહ આપવામાં આવે છે કે, જ્યારે કોઈપણ મોટી હસ્તી સાથે વાત કરો તો તૈયારી કરીને જવું. લાગે છે કે રશિયામાં એનબીસીની પત્રકાર મેગન કેલીએ આ વાતને ધ્યાનમાં લાધી નહીં હોય. કેલીએ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યું કે શું તમે ટ્વિટર પર છો? મોદીએ તો હસીને જવાબ આપ્યો, પરંતુ ભારતમાં ટ્વિટર યૂઝર્સને કેલીની આ વાત ગમી નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -