Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ચીનની ભારતને ખુલ્લી ચીમકીઃ સમાધાનનો કોઈ સવાલ જ નથી, ભારત સૈનિકોને પાછા બોલાવે
બન્ને દેશો વચ્ચે તંગદિલી ચાલી રહી છે તેની વચ્ચે ચીનનું એક યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં દેખાયું હતું. અહેવાલો કહે છે કે આ પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન યુઆન ક્લાસ છે. હિંદ મહાસાગરમાં ચીનના જહાજો દેખાયા હોય તેવી આ સાતમી ઘટના છે. જોકે આ વર્ષમાં પહેલી વખત આવું બન્યું છે. જે હાલની તંગદિલી જોતાં ભારત માટે ચિંતાજનક બાબત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાઓહુએ કહ્યું કે ‘અમારી પહેલી પ્રાથમિકતા સરહદેથી ભારત બિનશરતી તેના સૈનિકો પાછા ખેંચી લે. તે બન્ને દેશો વચ્ચે કોઇ અર્થસભર વાટાઘાટની પૂર્વશરત છે. હાલની સ્થિતિ ગંભીર અને મારા માટે ચિંતાજનક છે. આ પહેલી વખત છે કે ભારતીય સૈનિકોએ પરસ્પર સંમતિથી નક્કી કરાયેલા સરહદને પાર કર્યા છે અને ચીનના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી.
જો આ તંગદિલીનો યોગ્ય નિવેડો નહિ લવાય તો ‘યુદ્ધ’ શક્ય છે તેવા ચીની મીડિયા અને થિંક ટેન્ક્સ દ્વારા કરાયેલી ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં રાજદૂતે કહ્યું કે ‘આ વિકલ્પ અંગે ચર્ચાઓ છે. પરંતુ હવે તમારી સરકારી નીતિ (લશ્કરી વિકલ્પનો ઉપયોગ કરવો કે કેમ) પર આ તમામ આધાર છે. ચીની સરકાર હાલની સ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગે છે.
એક અસામાન્ય આકરી ટિપ્પણીમાં ચીનના ભારત ખાતેના રાજદૂત લુ ઝાઓહુએ જણાવ્યું હતું કે ‘હવે દડો ભારતના કોર્ટમાં છે’ અને ભારત સરકારે તંગદિલી નિવારવા માટે ક્યા પગલાં ભરવાના છે તે નક્કી કરવાની જવાબદારી ભારત સરકારની છે.
નવી દિલ્હીઃ ચીને સિક્કિમ સેક્ટરમાં ભારત સાથે લશ્કરી ઘર્ષણને લઈને સમજૂતીની શક્યતા નકારતા યુધ્ધની જ ધમકી આપી છે. ચીને કહ્યું કે, ગંભીર સ્થિતિના સમાધાનની જવાબદારી ભારત પર નાંખી દીધી છે. હવે ચીને તેની સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં તંગદિલી વધી છે. જોકે, ભારત આગામી પગલું કેવું ભરે છે તેના પર તમામ આધાર રહેલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -