Exit Poll 2024
(Source: Poll of Polls)
ચીને સદ્દામ, કુરાન, મક્કા જેવા ઇસ્લામિક નામ રાખવા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
ચીનનો આરોપ છે કે, કેટલીક ઉઇધુર જાતિ વિદ્રોહી જૂથ અલગ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે હિંસા ફેલાવી રહ્યા હતા. જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ માનવાધિકાર સંગઠનનો આક્ષેપ છે કે, ચીનની દમનકારી નિતિઓના વિરોધમાં હિંસા થાય છે. ઉઇધુર તુર્કી મૂળના મુસ્લિમ સમુહ છે જે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને કારણે ઓળખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીન પ્રમાણે આ નિર્ણય આતંકવાદ સામે લડવા માટે ઉઠાવેલ કડક પગલું છે. આ ક્ષેત્રમાં કરોડો ઉઈધુર જાતીની આબાદી રહે છે. રેડિયો ફ્રી એશિયાના એક અધિકારીના અહેવાલ પ્રમાણે, સત્તારુઢ ચાઈનિઝ કમ્યુનિષ્ટ પાર્ટીના જાતીય લઘુમતિમાં નામ રાખવાના નિયમો પ્રમાણે બાળોકોના નામ કુરાન, મક્કા, જેહાદ, ઇમામ, સદ્દામ, હજ અને મદિના જેવા નામ રાખવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
મુસ્લિમ બહુમતિ ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં બાળકોના સદ્દામ અને જેહાદી જેવા ઈસ્લામિક નામ રાખવા પર પ્રતિબંધ લગાવી દીઘો છે. ચીન સરકારના નિર્ણય પર મુખ્ય માનવાધિકાર સંગઠને વાંધો ઉઠાવતા કહ્યું કે, આ નિર્ણયથી આ સમુદાયના બાળકો શિક્ષણ અને સરકારી લાભ લઈ શકે નહિં. ચીન માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ પ્રમાણે શિનજિયાંગના પ્રાંતના અધિકારીઓએ હાલમાં ધાર્મિક સંકેતવાળા ડઝનથી પણ વધારે નામો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે દુનિયાભરમાં મુસ્લિમ સમુદાયમાં સામાન્ય નામ છે. પ્રતિબંધ લગાવાનું કારણ એવુ બતાવવામાં આવ્યું છે કે, આવા નામોથી ધાર્મિક ભાવના ઝડપી ફેલાઈ છે.
બેઇજિંગઃ ચીને ધાર્મિક કટ્ટરપંથી ઇસ્લામ સમુદાય પર અંકુશ રાખવા જેહાદી કે ધાર્મિક નામ રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ પણ શિનજિયાંગ પ્રાંતમાં અસામાન્ય દાઢી અને જાહેર સ્થળોએ બુરખો પહેરવા પ્રતિબંધ મુકી દીધો હતો. રમઝાન વખતે રોઝા રાખવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -