ચીનની 36 વર્ષની યુવતી કઈ રીતે એક અઠવાડિયામાં જ 39 હજાર કરોડ કમાઈ ? ગેટ્સ-અંબાણીને છોડ્યા પાછળ, જાણો વિગત
બેઇજિંગઃ ચીનની એક યુવતીએ ફક્ત એક જ અઠવાડિયામાં 39 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચીનની કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ કંપનીની વાઈસ ચેરપર્સન અને ચીનની જાણીતી પ્રોપર્ટી ડેવલપર યાંગ હઈયાનને સપ્તાહમાં જ રૂપિયા ૩૯ હજાર કરોડની કમાણી કરી વિશ્વના સૌથી ધનવાન બિલ ગેસ્ટ અને મુકેશ અંબાણીને પણ સંપત્તિ મામલે પાછળ પાડી દીધા છે. યાંગ ચીનની પાંચમા નંબરની સૌથી ધનવાન વ્યક્તિ છે.
યાંગ ચીનની રિયલ સેક્ટરની સૌથી મોટી કંપની કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સની વાઇસ ચેરપર્સન છે. હાલમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ છે. તેમની સંપત્તિ 6.74 લાખ કરોડ રૂપિયા છે. આ અગાઉ બિલ ગેટ્સ સૌથી અમીર વ્યક્તિ હતા.
બ્લૂમબર્ગ બિલિયનેસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે, નવા વર્ષમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ 2,462.5 કરોડ વધી છે. તેનાથી તેની નેટવર્થ 2.60 લાખ કરોડ બની ગઇ છે. ઇન્ડેક્સમાં અંબાણી 20મા નંબર પર છે.
યાંગની કંપની ચીન સિવાય ઓસ્ટ્રેલિયામાં પણ વેપાર કરે છે. વર્ષ 2005માં પિતા યાંગ ગુઓકિયાંગે તેને ઉત્તરાધિકારી જાહેર કરી હતી અને તમામ શેર યાંગના નામે કરી દીધા હતા. યાંગે ઓહિયો યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
યાંગની કંપનીએ હોંગકોંગ માર્કેટમાં આ વર્ષે 10 દિવસમાં 23 ટકાનો વધારો થયો છે. મહિનામાં જ કંપનીના શેર 50 ટકા વધી ગયા છે. 36 વર્ષની યાંગ ચીનની સૌથી યુવા બિઝનેસમેન છે. માર્કેટિંગમાં બેચલરની ડિગ્રી હાંસલ કનારી યાંગની કંપની તેના પિતા પાસેથી વારસામાં મળી છે. યાંગની કંપનીનું નામ કંન્ટ્રી ગાર્ડેન છે.
હાલમાં ફક્ત એમઝોનના સીઇઓ જેફ બેજોસ જ કમાણી મામલે યાંગ કરતા આગળ છે. આ વર્ષે બેઝોસની નેટવર્થ 42 હજાર કરોડ રૂપિયા વધી ગઇ છે. રિયલ એસ્ટેટ કંપની સંભાળનારી યાંગની સંપત્તિમાં એક વર્ષમાં 39 હજાર કરોડનો વધારો થયો છે.