ચીનમાં બિલ્ડીંગ પર બનાવી દીધો 350 ફૂટ ઊંચો વોટરફોલ? જુઓ આ રહી અદભુત તસવીરો
ઈન્ટરનેટ પર આ વોટરફોલને લઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તો કેટલાક લોકો તેને પાણી અને વીજળીનો બગાડ જણાવી રહ્યા હતાં. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, આ વોટરફોલ અદભૂત છે. ગરમીમાં એકદમ રાહતનો અનુભવ કરાવે છે અને એકદમ આકર્ષિત કરનારો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક કલાક સુધી આ વોટરફોલ ચાલુ રાખવા માટે વીજળીનું કુલ બિલ 800 યુઆન એટલે કે રૂપિયા 8000થી વધારે આવે છે. આટલા મોટા ખર્ચ અને વીજળી બચાવવા માટે આ વોટરફોલ ખાસ પ્રસંગે 10થી 20 મિનિટ માટે જ ચાલુ કરવામાં આવે છે.
સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટના પબ્લિક પ્લાઝામાં સ્થિત 375 ફૂટ ઊંચા બિલ્ડિંગની નીચે 121 મીટર લાંબી એક ટેંક બનાવવામાં આવી છે. આ ટેંકમાં 185 કિલોવોટના 4 પંપ લગાવવામાં આવ્યા છે જે પાણીને ઉપર મોકલે છે. આ પ્રોપર્ટીના પબ્લિક મેનેજરે કહ્યું હતું કે, અમારી બિલ્ડિંગમાં ચાર માળની અંડરગ્રાઉન્ડ પાણી સ્ટોરેજ અને ડ્રેનેજ સિસ્ટમ છે જ્યાંથી પાણીને પંપ અને રિસાયકલ કરે છે.
દક્ષિણ પશ્ચિમ ચીનના ગુઆંગમાં 350 ફૂટ ઊંચો એક આર્ટિફિશિયલ વોટરફોલ બનાવવામાં આવ્યો છે. આ વોટરફોલને ગુંઝાઉ લૂડિયા પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કંપની મુજબ આ વોટરફોલ બનાવવા પાછળનો હેતુ પ્રવાસીઓને આકર્ષિત કરવાનો છે.