US: ફક્ત 9 મહિનામાં પોલ ડાન્સ કરી ઉતાર્યું 74 કિલો વજન, જાણો કઇ રીતે
ન્યૂયોર્કઃ અમેરિકાના રાજ્ય ફ્લોરિડાના ઓરલેન્ડોમાં રહેતી ક્રિસ્ટિયન હિલ એક સમયે 169 કિલો વજન ધરાવતી હતી પરંતુ તેણે ફક્ત નવ મહિનાના ગાળામાં પોલ ડાન્સની મદદથી 74 કિલો વજન ઉતાર્યું હતું. નર્સિગ સ્ટુડન્ટ ક્રિસ્ટિયને જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારે એક જ બેઠકમાં 12 કેન્સ કોક, લાર્જ પિઝા, ચિકન વિંગ્સ, કેક અને બ્રેડસ્ટ્રીક્સ ખાઇ જતી હતી.
ક્રિસ્ટિયને જણાવ્યું કે, મારા વધતા વજનને કારણે નર્સિગની પ્રેક્ટિસમાં પણ મને મુશ્કેલીઓ પડતી હતી. બાદમાં મને મારા વધતા વજનને કારણે લોકો મારી મશ્કરી કરવા લાગ્યા હતા. જેથી પરેશાન થઇને મેં વજન ઓછું કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મેં પોલ ડાન્સના ક્લાસ શરૂ કર્યા. જેથી મેં ફક્ત નવ મહિનાના ગાળામાં પોલ ડાન્સની મદદથી 74 કિલો વજન ઉતાર્યું હતું.
બાદમાં આખો દિવસ વીડિયો ગેમ્સ રમીને સમય પસાર કરતી હતી. હું આખો દિવસ ખાતી, પીતી અને ગેમ રમ્યા કરતી હતી. ઘણીવાર તો હું સૂતા અગાઉ કેક ખાતી અને સોડા પીતી હતી.