ત્રણ-ત્રણ લગ્ન કર્યા હતા કંદીલ બલોચે, તેના એક્સ-પતિએ કર્યો ખુલાસો
તેણીના પ્રેમીનું કહેવું છે કે 2008માં તેણે કંદીલ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર પણ છે. તેનો અર્થ એ થાય છે કે કંદીલે એક, બે નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કર્યા હતા.
મોડલે વડાપ્રધાન મોદીને ચાવાળા કહીને મજાક ઉડાવી હતી તેમજ કાશ્મીરને આઝાદ કરી દેવાનું પણ કહ્યું હતું. તાજેતરમાં જ એક આશિક હુસૈન નામનાં અક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે કંદીલ બલોચનો પતિ છે.
પોતાને અપરિણિત બતાવીને ફેશન ઈંન્ડસ્ટ્રીઝમાં આવનાર બલોચનો પતિ હોવાનો દાવો કરનાર આ પહેલો વ્યક્તિ નથી. આ પહેલા પણ પેશાવરમાં ટેલરિંગ શોપ ચલાવનાર શાહિદ ઈકબાલ બલોચે કહ્યું હતું કે તેઓએ 13 વર્ષ પહેલા પરિવારથી છુપાઈને લગ્ન કર્યા હતા.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની વિવાદાસ્પદ મોડલ કંદીલ બલોચની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અને તેણીની હત્યા કરનાર કોઈ બીજુ નહીં પરંતુ તેણીનો ભાઈ જ છે. ઉલ્લેખનીય છે કે, કંદીલ અનેકવાર તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી હતી.