30 હજાર ફૂટ ઉંચે ઉડતા વિમાનમાં થયો પતિ-પત્ની વચ્ચે ઝઘડો, જાણો પછી શું થયું?
સાત કલાક મોડી પડી ફ્લાઈટ ઈસ્તાબુંલના અતાતુર્ક એરપોર્ટથી 149 યાત્રીઓને ફરીથી તંજાનિયા લઈ જવા માટે એરપોર્ટ રવાના થઈ હતી. બાદમાં તુર્કીની એરલાઈન્સે ઘટનાની પુષ્ટિ કરી હતી. વિમાનન નિયમો પ્રમાણે, કાસનિક દંપતીને તેમના પાછલા સ્ટૉપ મ્યૂનિખમાં છોડી દેવામાં આવ્યા હતા. એરલાઈન્સે વિમાનમાં થયેલા નુકસાન બદલ દંપતી પર દંડ પણ ફટકાર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાથકડી તોડી, ધક્કા માર્યા બીજી બાજુ પતિ એંટોન કોઈ પણ પરિસ્થિતિમાં શાંત થવાનું નામ લેતો નહોતો. ત્યારે તેને હાથકડી પહેરાવવામાં આવી હતી, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેને પ્લાસ્ટિકની હાથકડી પણ તોડી નાંખી હતી, અને અન્ય યાત્રીઓ પર હુમલો કરવાનું ચાલું કરી દીધું હતું. એક યાત્રીને તો મુક્કો માર્યો હતો, તો બીજી બાજુ એક બીજાને ધક્કા મારતો હતો. ત્યારબાદ ઈસ્તાંબુલ એરપોર્ટ પર દંપતીને જબરદસ્તીથી ઉતારીને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
એંટોન પત્નીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જ્યારે આસપાસના યાત્રીઓ પત્નીના બચાવ માટે આવ્યા તો ઉલ્ટાનો પતિ સમજવાને બદલે તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. આ વ્યક્તિએ એર હોસ્ટેસને પણ બક્ષી નહોતી. આ વ્યક્તિએ વિમાનમાં એટલી મસ્તી કરી કે તેના સીટ પાછળ લાગેલી ટીવી સ્ક્રીન પણ તોડી નાંખી હતી. ત્યારબાદ અન્ય યાત્રીઓએ ક્રૂ મેંબરને સૂચના આપી હતી. ક્રૂ સભ્યોએ પણ વચ્ચે પડી મામલાને શાંત પાડવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ પણ અસફળ રહ્યા હતા. ત્યારે પાયલોટે વિમાનને પાછું ઈસ્તાંબુલ લઈ જવાની ફરજ પડી હતી.
લંડન: 30 હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહેલા વિમાનમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવાના કારણે તંજાનિયા જઈ રહેલા વિમાનને પાછું ઈસ્તાંબુલ (તુર્કી) એરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. જ્યાંથી વિમાને ઉડાન ભરી હતી. સ્થાનીક સમયાનુસાર 7.30 વાગે વિમાને ઉડાન ભર્યા પછી જ્યારે વિમાન કાહિરા ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સ્લોવાનિયા નિવાસી 54 વર્ષીય એંટોન કેસનિક અને તેની પત્ની નાવદિયા કેસનિકની વચ્ચે ઝઘડો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -