પાકિસ્તાનમાં દાઉદે રાખ્યા છે 21 નામ, કરાચીમાં તેના નામ પર છે ત્રણ એડ્રેસ, જાણો કોણે કર્યો આ ખુલાસો
નવી દિલ્હીઃ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે અને ત્યાં તેણે 21 નામ રાખ્યા છે. તેના નામ પર કરાચીમાં ત્રણ એડ્રેસ નોંધાયેલ છે. બ્રિટેનના નાણાં મંત્રાલયના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્રિટનની સરકારના આ અહેવાલમાં નાણાંકીય પ્રતિબંધ લગાવવામાં આવ્યા હોય તેવા લોકોની યાદીમાં ભારતીય નાગરિકના નામ પર માત્ર દાઉદ સામેલ છે. તેનું જન્મ સ્થળ મહાર્ષ્ટ્રના રત્નાગિરી દર્શાવવામાં આવ્યું છે. યાદીમાં તેને ભારતીય તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાઉદના 21 નામ આ છે- અબ્દુલ શેખ ઇસ્માલ, અબ્દુલ અજીજ અબ્દુલ હમીદ, અબ્દુલ રહમાન શેખ મુહમ્મદ ઇસ્માઈલ, અનીસ ઇબ્રાહિમ શેખ મુહમ્મદ, બડા ભાઈ, દાઉદ ભાઈ, ઇકબાલ ભાઈ, દિલીપ અજીજ, દાઉદ ઇબ્રાહિમ, ફારુખી શેખ, હસન કાસકર દાઉદ, હસન દાઉદ, ઇબ્રાહીમ અનીસ, ઇબ્રાહીમ દાઉદ હસન શેખ, કાસકર દાઉદ હસન શેખ ઇબ્રાહીમ, કાસકર હાઉદ ઇબ્રાહીમ મેનન, કાસકર દાઉદ હસન ઇબ્રાહીમ, મેનન દાઉદ ઇબ્રાહીમ, સબરી દાઉદ, સાહબ હાજી અને બડા સેઠ.
અહેવાલ અનુસાર દાઉદની પાસે મૂળ તો ભારતીય પાસપોર્ટ હતો જેને બાદમાં ભારત સરકારે રદ્દ કર્યો છે. ત્યાર બાદ તેણે અનેક નકલી ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટ બનાવ્યા છે.
અહેવાલ અનુસાર કરાચીમાં તેના ત્રણ સરનામાં આ રીતે છે. 1. હાઉસ નંબ 37, 30મી સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી. 2. નૂરબાદ, કરાચી (પહાડી વિસ્તારમાં આલીશાન બંગલો) 3. વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદની નજીક, ક્લિફ્ટન, કરાચી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -