અમેરિકામાં વધુ એક પટેલનો જીવ લેવાયો, લોહીથી લથબથ હાલતમાં મળી લાશ
અમેરિકાઃ અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓને નિશાને બનાવવામાં આવે છે. ત્યારે વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની જાણ કરતા લોકોએ જણાવ્યું હતું કે, સ્ટોરમાં એક વ્યક્તિ લોહીથી લથબથ હાલતમાં કાઉન્ટર પાછળ ફ્લોર પર પડેલો છે.
ચીફ ડેપ્યુટી કોરોનર લોની મિલે પ્રમાણે, ભોગ બનનાર વ્યક્તિ 42 વર્ષીય બ્રિજેશકુમાર પટેલ હતા. પોલીસે સ્થાનિક લોકોને ગોળીબારથી થયેલ મોતને સંબંધીત કોઈ જાણકારી હોય તો જાણ કરવા અપીલ કરી છે.
ગ્રાહકોએ જોયું કે કેશ રજીસ્ટર ખુલ્લું હતું અને ડ્રોવરમાં પૈસા નહોતા એકદમ ખાલી હતું. પોલીસને આ અંગે કોલ આવતા તેઓ તાત્કાલિક એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોર ખાતે આવી પહોંચ્યા હતા.
સોમવારે રાત્રે અમેરિકાના જ્યોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વીનિઅન્સ સ્ટોરમાં બે ગ્રાહકોએ કાઉન્ટર પાછળ લોહીથી લથબથ હાલતમાં પડેલા એક વ્યક્તિને જોયો હતો. તેમણે પોલીસને કોલ કરીને આ અંગે માહિતી આપી હતી.
ઘટનાની મળતી માહતી પ્રમાણે, સ્ટોરમાં બ્રિજેશ પટેલ નામનો વ્યક્તિને ગોળીના અનેક ઘાથી પીડાતો જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે મેડિકલ સેન્ટર, નેવિસેન્ટ હેલ્થમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે રાત્રે 10.44 વાગ્યે મૃત જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -