ISએ જાહેર કરી ઢાકા હુમલામાં સામેલ આતંકીઓની તસવીરો, તમામ આતંકી ધનાઢય પરિવારના નબીરા
હુમલાના 10 કલાક બાદ 100 કમાન્ડોએ આઈએસ આઈએસના 9 માંથી 6 આતંકીઓને ઠાર માર્યા હતા. એકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. પીએમ શેખ હસીનાએ કહ્યું છે કે, તે કેવા મુસ્લિમ છે જેઓ રમઝાનના પાક મહિનામાં માણસોના જીવ લઈ રહ્યા છે?
રિપોર્ટ પ્રમાણે, આતંકવાદીઓ અલ્લાહ-હૂ-અકબરના સૂત્રો પોકારતા રેસ્ટોરસ્ન્ટમાં ઘુસેલા આતંકીઓએ લગભગ 40 લોકોને બંધક બનાવ્યા હતા.જે બંધકો કુરાનની આયાત સંભળાવી શક્યા નહોતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે આયત સંભળાવી શક્યા એવા 18 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તમામ હુમલાખોરો યુવાન છે અને તેમણે સારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમાંથી કોઇએ પણ એક આતંકીએ મદરેસામાં અભ્સાય કર્યો નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હુમલામાં સામેલ આતંકવાદીઓ શ્રીમંત પરિવારોમાંથી આવે છે અને તેમણે શહેરી નામાંકિત સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તમામની ઉંમર 20થી 21 હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ઇસ્લામિક સ્ટેટે તમામના નામ જાહેર કર્યા છે જે પ્રમાણે અબુ ઓમર, અબુ સલમાહ, અબુ રહીમ અને અબુ મુહારિબ છે. જોકે બાંગ્લાદેશ સરકારે આ નામોની પુષ્ટી કરી નથી.
જોકે, બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમાં ખાને જણાવ્યું હતું કે તમામ આતંકવાદીઓ બાંગ્લાદેશી હતા અને તેઓ સ્થાનિક આતંકી સંગઠન જમીયતુલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું હતું કે આ હુમલાની આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે કોઇ સંબંધ નથી.
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક રેસ્ટોરન્ટ પર ISISના આતંકવાદીઓએ હુમલો કરી 20 લોકોની હત્યા કરી દીધાની ઘટનાએ બાંગ્લાદેશ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી મુકી છે. આ હુમલામાં એક ભારતીય યુવતીની પણ મોત થયું છે. આ હુમલામાં સામેલ પાંચ આતંકવાદીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં તેઓ આઇએસના બેનર સામે ગન સાથે ઉભેલા જોઇ શકાય છે.