વડોદરાના યુવકે બંગાળી છોકરા સાથે અમેરિકામાં કર્યા ગે મેરેજ. જુઓ લગ્નની તસવીરો
નીરલ જ્યારે હાઇસ્કૂલમાં હતો ત્યારે જ તેણે પેરન્ટ્સને પોતાના ગે હોવા અંગે વાત કરી દીધી હતી. નવ વરસ ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન અંગે વિચાર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીરલ અને અનિરુધ્ધ 2005માં એક વેબસાઇટ મારફતે એક કોમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા હતા. પછી ડેટિંગ શરૂ થયું.
તે પણ એ જ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ચીફ રેસિડન્ટ છે. નીરલ નોર્થવેસ્ટર્ન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છે અને શિકાગો કોલેજ ઓફ ઑસ્ટિપેથિક મેડિસિનમાંથી તેણે ડૉક્ટરેટ કરેલું છે.
વડોદરાઃ અમેરિકામાં રહેતા વડોદરાના યુવાને એક બંગાળી યુવાન સાથે જ પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્ન કર્યાના અહેવાલ છે. બંન્નેએ પરિવારની હાજરીમાં જ 4, જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન હિન્દુ રીતરિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા. શિકાગો યોગ સાધના આશ્રમના મહિલા આચાર્ય હર્ષ ખેત્રપાલે લગ્ન વિધિ કરાવી હતી.
મૂળ વડોદરાના પણ અત્યારે શિકાગોમાં રહેતા કમલેશ શેઠ અને શ્રેયાનો પુત્ર નીરલ શેઠ રશ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં સાઇકાયટ્રિનો પ્રોફેસર છે. તેની ઉંમર 31 વરસની છે. તેણે જેની સાથે લગ્ન કર્યા એનું નામ અનિરુધ્ધ હાજરા છે અને એ મૂળ બંગાળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -