ડોક્ટરે દવાને બદલે બીયર ચડાવીને દર્દીનો બચાવ્યો જીવ, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ જો તમને આવીને કોઈ કહે કે એક વ્યક્તિનો જીવ એટલા માટે બચી ગયો કારણ કે ડોક્ટરોએ તેને દવા પહેલા દારૂ પીવડાવ્યો હતો તો તમે શું કહેશો? આવું જ કંઈક વિયેતનામમાં થયું છે જ્યાં આલ્કોહોલ પોઈઝનિંગનો ભોગ બનેલ 48 વર્ષના ગુયેન વૈન હોસ્પિટલ પહોંચ્યો છે. ગંભીર સ્થિતિ જોતા ડોક્ટરોએ વૈનને તરત જ ત્રણ બોટલ બીયર ચઢાવ્યું છે. આ દર્દીનું નામ ગુયેન વૈન હાટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ મુજબ 48 વર્ષના હાટને મીથેનોલ લેવલ નોર્મલ કરતા 1,119 ગણું વધારે થયું હતું. મિથેનોલના લીવર પ્રોસેસિંગને ઓછું કરવા માટે સૌથી પહેલા ડોક્ટરની એક ટીમે હાટના પેટમાં એક લીટર બીયર પહોંચાડી. ત્યાર બાદ દરેક એક ક્લાકે એક કેન બીયર પેટમાં પહોંચાડવામાં આવી. એવી રીતે કુલ 15 કેન બીયર દર્દીના પેટમાં પહોંચાડવામાં આવી હતી. જેના પછી હાટ ભાનમાં આવ્યો હતો.
આ વિશે પૂછવા પર એક ડોક્ટરે જણાવ્યું કે આલ્કોહોલ મિથેનોલ અને ઇથેનોલ એમ બે પ્રકારમાં આવે છે. જે કોઈ દારુ પીવાવાળો વ્યક્તિ અચાનક પીવાનું બંધ કરી દે તો પેટના માધ્યમથી ખૂનમાં આલ્કોહોલ પહોંચે છે. જેના કારણે શરીરમાં આલ્કોહોલનું લેવલ વધી જાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જ્યારે સિસ્ટમમાં મિથેનોલ ઓક્સીડાઇઝ્ડ થઈને ફોર્મલાડેહાઇડ બનવા લાગ્યુ અને શરીરમાં એસિડનું પ્રમાણ વધ્યું ત્યારે હાટ બેહોશ થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -