સ્પેન: બાર્સેલોનામાં આંતકી હુમલો, વાનથી લોકોને કચડ્યા, 13ના મોત, ચાર આંતકી ઠાર
બાર્સેલોના: સ્પેનના બાર્સેલોનામાં મોટો આંતકી હુમલો થયો છે. એક વાને ભીડવાળી જગ્યામાં લોકોને કચડી નાખ્યા છે. આ હુમલામાં 13 લોકોના મોત થયા છે, જો કે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠ ISISએ લીધી છે. પોલીસે ચાર શંકાસ્પદ આંતકીને ઠાર કર્યા છે. હાલમાં યૂરોપના કેટલાક દેશોમાં વાહનને ભીડમાં ઘુસાડી હુમલો કરવાની કેટલીક ઘટનાઓ બની છે. આ પ્રકારના હુમાલામાં સ્પેન બાકી હતું તેની નજીક ફ્રાંસ, બેલ્જિયમ અને જર્મનીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કર્યું છે, “અમેરિકા સ્પેનના બાર્સેલોનામાં આંતકી હુમલાની નિંદા કરે છે અને અમે સંભવિત સહાય કરીશું.” ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનએલ મેક્રોને કહ્યું કે, તેમની સંવેદનાઓ ત્રાસવાદી હુમલાના પીડિતો પ્રત્યે છે. જર્મન ચાંસલર એંજેલા માર્કેલે પણ નિંદા કરી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી ટેરીજા મે એ ટ્વિટર પર કહ્યું કે, આંતકવાદી સામે લંડન પણ સ્પેનની સાથે છે.
આ હુમલા બાદ વિદેશમંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે, બાર્સેલોના આંતકવાદી હુમલામાં તમામ ભારતીયો સુરક્ષિત છે. સ્વરાજે કહ્યું કે, તે સ્પેન સ્થિત ભારતીય દુતાવાસના સતત સંપર્કમાં છે.
હુમલા બાદ બાર્સેલોનામાં સડકો પર અફરાતફરી મચી ગઇ છે. દુનિયાભરના નેતાઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. આ બાબતે કેટેલાન પોલીસે બે શંકાસ્પદ આંતકીઓની ધરપકડ કરી છે. પોલીસ યૂનિયન મુજબ એકની ઓળખ ડ્રિસ ઓઉકાબીગ તરીકે થઇ છે.
લાસ રસબ્લાસ બાર્સેલોનાની ખૂબજ વ્યસ્ત જગ્યા છે. અહીં દુકાનો એને રેસ્ટોરાની ભરમાર છે, જ્યાં પર્યોટકોની અવરજવર વધુ હોય છે. મોડી રાત સુધી વિભિન્ન કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -