વગર આમંત્રણે રિસેપ્શનમાં પહોંચી ગયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો પછી શું થયું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રમ્પ અહીં અંદાજે પાંચ મિનિટ રોકાયા હતા. ટ્રમ્પની મુલાકાત બાદ રિસેપ્શનમાં હાજર મહેમાનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રમ્પ સાથેનો ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જે હાલ વાયરલ થયા છે.
બાદમાં રિસેપ્શનમાં આવેલા મહેમાનોએ ટ્રમ્પ સાથે ફોટો પડાવવા પડાપડી કરી હતી. ટ્રમ્પે અહીં એક સ્પીચ પણ આપી હતી.
ન્યૂજર્સીમાં આવેલા બેડમિન્ટરમાં નેશનલ ગોલ્ફ ક્લબમાં ટ્રમ્પ પહોંચ્યા હતા. અહીં કિસ્ટર્ન અને ટૂકરનું વેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું હતું. રાષ્ટ્રપ્રમુખને રિસેપ્શનમાં જોઈ તમામ મહેમાન સહિત વર વધૂ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
ન્યૂજર્સી સ્થિત બેડમિનસ્ટર ટાઉનમાં આવેલા નેશનલ ગોલ્ફ ક્લબમાં રોકાયા હતા. દરમિયાન ક્લબમાં એક વેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક રિસેપ્શનમાં હાજરી આપતા તમામ ગેસ્ટ આશ્ચર્યમાં મુકાયા હતા.
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કંઈક એવું કરતા હોય છે જેનાથી બધા લોકો ચોંકી જાય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું. જ્યારે ન્યૂજર્સીમાં એક લગ્નમાં ટ્રમ્પ આમંત્રણ વગર પહોંચી ગયા અને દૂલ્હા-દુલ્હનને અભિનંદન પાઠવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -