કળિયુગનો પાંડવઃ સાઉદીના આ રાજકુમાર જુગારમાં 5 પત્ની અને 22 અબજ રૂપિયા હારી ગયા
એવી સંભાવના છે કે સાઉદી રોયલ ફેમિલી રૂપિયા ચૂકવીને આ બાબત ખતમ કરી દે. બીજી બાજુ ઈજિપ્તના વિદેશ મંત્રી સામેહ શોકુરીનું કહેવું છે કે તેમની સરકાર સાઉદી મહિલાઓને તેમના દેશ મોકલવાના શક્ય બધા જ પ્રયાસ કરશે. ટૂંક સમયમાં જ તેમના પતિ દ્વારા હારવામાં આવેલી રકમ ચૂકવીને તે મહિલાઓને છોડાવી લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકુમારના આ કૃત્યથી સાઉદી સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન અથવા પ્રતિક્રિયા અપાઈ નથી. અત્યાર સુધીમાં એ જાણવા નથી મળ્યું કે શું રાજકુમારની પત્નીઓને સાઉદી અરબ પાછી મોકલાશે.
તે અનલિમિટેડ સ્ટેક્સવાળી પોકર પર રમતા હતા. કેસિનોના ડિરેક્ટર અલી શમૂને જણાવ્યું કે જ્યારે રાજકુમાર તેમની બધી જ રકમ હારી ગયા તો તેમણે સાથે હાજર પાંચ પત્નીઓને પણ દાવ પર લગાવી દીધી, પરંતુ તે તેમને પણ હારી ગયા. ત્યાર બાદ તે પત્નીઓને સાથે લીધા વિના જ ત્યાંથી જતા રહ્યા. અહીં લોકો ઉંટ અને ઘોડા દાવ પર લગાવે છે અને પાછળથી તેમને છોડાવી પણ લે છે. પરંતુ એવું પહેલી વખત થયું છે જ્યારે કોઈએ પત્નીને જ દાવ પર લગાવી હોય.
રાજકુમારે ગેમ રમવાનું શરૂ કર્યું તો એક પછી એક ગેમ હારતા જ ગયા. પરીણામે માજિદ પહેલા પોતાની પાસે હતી તે બધી જ રકમ હારી ગયા. ત્યાર બાદ પણ તેમણે જુગાર રમવાનું બંધ ન કર્યું અને તેમણે 160 કરોડ રૂપિયાની રકમના બદલામાં તેમની પાંચ પત્નીઓને ગીરવે મૂકી દીધી. ત્યાર બાદ પણ તે બધી જ ગેમ હારી ગયા અને બદલામાં તેમણે તેમની પાંચ પત્નીઓને ત્યાં જ કેસિનોમાં છોડીને જવું પડ્યું. આ કેસિનોમાં રાજકુમાર માજિદ એક અઠવાડિયાથી રોકાયા હતા.
રિયાધઃ મહાભારતમાં યુધિષ્ઠિર પાંચે દ્રોપદીને જુગારમાં કૌરવો સમક્ષ હારી ગયા હતા. તેવી જ રીતે સાઉદી અરબના રાજકુમાર માજિદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ અજીજ જુગારમાં તેમની 5 પત્નીઓ હારી ગયા છે. તેમની કુલ નવ પત્નીઓ છે. આ સિવાય રાજકુમાર છ ક્લાકમાં અંદાજે 22 અબજ રૂપિયા પણ હારી ગયા. મીડિયા રીપોર્ટ્સ મુજબ કેટલાક દિવસ પહેલા માજિદ ઈજિપ્તના સિનઈ ગ્રાન્ડ કેસિનોમાં પોકર રમવા પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -