અમેરિકામાં પ્રવેશ માટે 7 મુસ્લિમ દેશો પર પ્રતિબંધ, જાણો આ 7 દેશો કયા છે
નવી દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાત મુસ્લિમ દેશોના નાગરિકોને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાત દેશોમાં યમન, સોમાલિયા, ઈરાક, સીરિયા, સૂડાન, લીબિયા છે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી પોતાના પહેલા પેંટાગાન પ્રવાસમાં ટ્રંપે આ શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ આદેશ ઈરાક, સીરિયા, ઈરાન, સૂડાન, લીબિયા, સોમાલિયા અને યમનના તમામ લોકોને 30 દિવસ સુધી અમેરિકામાં દાખલ થવાથી રોકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશમાં તમામ દેશોના શરણાર્થિઓને આવવા પર ઓછામાં ઓછા 120 દિવસો સુધી રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે સીરિયાના શરણાર્થીઓને આ આદેશ હંમેશાં માટે છે. આ આદેશના કારણે અમેરિકામાં પ્રવેશ કરનાર શરણાર્થીઓની સંખ્યા ઓછી કરે છે.
આ દેશોના નાગરિકોને અમેરિકા આવવા માટે વિઝાનો સામનો કરવો પડશે નહીં, પરંતુ આ દેશોના નાગરિકોની કડક તપાસનો સામનો કરવો પડશે.
હસ્તાક્ષર કરતા ટ્રંપે કહ્યું કે, ‘હું ચરમપથી ઈસ્લામી આતંકીઓને અમેરિકાની બહાર રાખવા માટે સઘન તપાસ માટે નવા નિયમો બનાવી રહ્યો છું. આપણે તેમને અહીં જોવા માંગતા નથી.’ ટ્રંપે કહ્યું કે અફગાનિસ્તાન, પાકિસ્તાન અને સઉદી અરબ આ દેશોમાં સમાવેશ થતો નથી,